Home ગુજરાત ગાંધીનગરના લવારપુરમાં રેતી કપચીનાં પ્લાન્ટમાં તસ્કરોએ ડમ્પર સહિતના સાધનોની બેટરીઓ મળીને 88...

ગાંધીનગરના લવારપુરમાં રેતી કપચીનાં પ્લાન્ટમાં તસ્કરોએ ડમ્પર સહિતના સાધનોની બેટરીઓ મળીને 88 હજારનો મુદ્દામાલ ઉઠાવી ગયા

97
0

ગાંધીનગરના લવારપુર ગામે આવેલ રેતી કપચીના પ્લાન્ટ ખાતે તસ્કરોએ ત્રાટકી રૂમના તાળા તોડી અંદરથી ડમ્પર સહીતના સાધનોની બેટરીઓ, ટૂલ કીટ અને હાઈડ્રોલીક જેક મળીને રૂ. 88 હજારનો મુદામાલ ચોરી લેતાં ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના લવારપુર ખાતે આવેલ રેતી કપચીના પ્લાન્ટ તેજેન્દ્ર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી માં એન્જીનિયર તરીકે નોકરી કરતાં સંકેત પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ ઓગસ્ટ મહીનાથી પ્લાન્ટમાં રેતી કપચીનુ કામ બંધ થઇ જતા સાઇટ પર નવ ડમ્પર, રોલર તથા પેવર મશીન, જે.સી.બી તથા અન્ય સાધન સામગ્રી ઉક્ત સ્થળે મૂકવામાં આવી હતી.

જ્યારે ઉક્ત સાધનોની બેટરીઓ, બોક્ષ પાના કીટો સાઇટ પર બનાવેલ રૂમમાં રાખ્યા હતા. કંપની કંપનીમાં કામ કરતાં રજનીકાંત પટેલે ફોન કરીને બંને રૂમના તાળા તૂટેલા અને અંદરથી સામાનની ચોરી થયાની જાણ સંકેતને કરી હતી. આથી અહીં આવીને તપાસ કરતાં બંને રૂમના તાળા તૂટેલા હતા.

અને ડમ્પર તથા રોલરની, જે.સી.બી તથા પેવર મશીનની 19 બેટરીઓ ચોરાઈ ગયાનું માલુમ પડયું હતું. આ સિવાય 8 હજારની કિંમતની પાના કીટ નંગ – 2, ડમ હાઇડોલીક જેક નંગ-5 મળીને કુલ રૂ. 88 હજારનો મુદામાલ તસ્કરો ચોરી જતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here