Home દેશ ગાંધીનગર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચડ્ડી બનિયનધારી ટોળકીના મુખ્ય સાગરિતને ઝડપી લીધો,...

ગાંધીનગર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચડ્ડી બનિયનધારી ટોળકીના મુખ્ય સાગરિતને ઝડપી લીધો, કલોલ તાલુકામાં રાત્રિના સમયે ચોકીદારને બંધક બનાવીને ધાડ પાડી લાખો રૂપિયાની લુંટ કરી હતી

57
0

ગાંધીનગર જિલ્લાના વિવિધ વિસ્તારો અને ખાસ કરીને કલોલ તાલુકામાં રાત્રિના સમયે ચોકીદારને બંધક બનાવીને ધાડ પાડી લાખો રૂપિયા લૂંટી જનાર ચડ્ડી બનિયનધારી ટોળકીના મુખ્ય સાગરિતને ઝડપી લેવામાં ગાંધીનગર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આ રીઢા ગુનેગારે જિલ્લામાં વિવિધ 13 ગુના આચર્યા હોવાની કબૂલાત પણ કરી છે. ગત 19મી ઓક્ટોબરના રોજ કલોલ મહેસાણા હાઇવે પર મારૂતિ સુઝુકી કારના નંદા ઓટો મોબાઇલ્સ શોરૂમમાં 5 ચડ્ડી બનિયનધારી ગેંગના માણસોએ ધાડ પાડી સિક્યોરિટી ગાર્ડને બંધક બનાવીને શો રૂમના તાળા તોડી કેશિયર રૂમમાંથી લોખંડની તિજોરી ઉઠાવી લઇને 6.31 લાખ રૂપિયા રોકડા તથા ચાંદીની મુર્તિ અને સિક્કાઓ લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ ગુનાની ગંભીરતા ધ્યાને લઇને પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ જાતે સ્થળ મુલાકાત લીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગને પકડી પાડવા સૂચના આપી હતી. એલસીબી-1 અને 2ના પીઆઇએ સંયુક્ત રીતે ટીમો બનાવીને ક્રાઇમ ડિટેક્શન માટે કામે લગાવી હતી. તે દરમિયાન કલોલ ખાતે મજૂરના વેશમાં ફરતા રામકો નરસુ પલાસ (રહે. મૂળ. ગરબાડા, દાહોદ)ને પકડીને ક્રોસ ઇન્ટ્રોગેશન કરતા તેણે આ લૂંટ ચલાવી હોવાનું કબૂલ્યું હતું. આ ઉપરાંત તેણે કલોલ અને માણસા વિસ્તારમાં લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીના અન્ય 13 જેટલા ગુનાઓ પણ કબૂલ્યા હતા. આ ગેંગ દિવસ દરમિયાન મજૂર તરીકે ફરીને રેકી કરતી હોવાની બાતમી હોવાથી પોલીસે તેને શંકા ન જાય તે માટે પીએસઆઇ વી.એ.શાહ અને ડી.ડી.ચાવડાએ સ્ટાફ સાથે મજૂરનો વેશ ધારણ કર્યો હતો અને કલોલથી માણસા જતા રોડ પર બ્રિજના છેડે આવેલા બાપા સીતારામ મંદિર નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન રીઢો આરોપી ત્યાંથી પસાર થતા તેને ઝડપી લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here