Home દેશ ગુજરાત કેડરના IPS અધિકારીની આગામી પાંચ વર્ષ માટે CBIમાં નિમણૂક, વી.ચંદ્રશેખર હાલમાં...

ગુજરાત કેડરના IPS અધિકારીની આગામી પાંચ વર્ષ માટે CBIમાં નિમણૂક, વી.ચંદ્રશેખર હાલમાં સુરત રેન્જના આઈજી હતા

116
0

ગુજરાત કેડરના IPS અધિકારીની આગામી પાંચ વર્ષ માટે CBIમાં નિમણૂક કરવામાં આવી છે. તેઓ સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરશે. ચંદ્રશેખર આ પહેલાં કેન્દ્રીય તપાસ એજન્સીમાં પણ કામ કરી ચુક્યા છે. ચંદ્રશેખર હાલમાં સુરત રેન્જના આઈજી હતા. ગુજરાત કેડરના IPS અધિકારી વી.ચંદ્રશેખરને CBIમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચંદ્રશેખર અગાઉ પણ સીબીઆઈમાં કામ કરી ચૂક્યા છે. ચંદ્રશેખર હાલમાં સુરત રેન્જ આઈજી તરીકે કાર્યરત હતા. તાજેતરમાં સુરતના કડોદરા અપહરણ કેસની તપાસ તેમના નેતૃત્વમાં પૂર્ણ થઈ હતી. આ મામલે આઈજી પરિવારના સભ્યોને મળ્યા હતા. ખંડણી ન મળતા અપહરણકારોએ કિશોરીની હત્યા કરી નાખી હતી. વી ચંદ્રશેખર એક તેજ તર્રાર અધિકારી તરીકે ઓળખાય છે. કેન્દ્ર સરકારે 7 નવેમ્બરના રોજ ચંદ્રશેખરની નિમણૂક માટે આદેશ જારી કર્યો હતો. આ પહેલા ચંદ્રશેખર સીબીઆઈમાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. કાર્મિક મંત્રાલયના આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. 2000 બેચના અધિકારી કે ચંદ્રશેખર સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરશે. કેબિનેટની નિમણૂક સમિતિએ પાંચ વર્ષના સમયગાળા માટે તેમની નિમણૂકને મંજૂરી આપી છે. મૂળ તમિલનાડુના વી ચંદ્રશેખરે એગ્રીકલ્ચરમાં પીજીની ડિગ્રી મેળવી છે. તેઓ અગાઉ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કામ કરી ચૂક્યા છે. તેઓ થોડા સમય માટે અમદાવાદ રેન્જ આઈજી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તાજેતરમાં ગુજરાતના IPSની કામગીરીમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. ત્યારબાદ વી ચંદ્રશેખરને સુરત રેન્જ આઈજીની કમાન સોંપવામાં આવી હતી. અગાઉ જ્યારે તેઓ CIIમાં પોસ્ટેડ હતા ત્યારે તેઓ હૈદરાબાદ ઓફિસમાં બેસતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here