Home દેશ ગુજરાત હાઈકોર્ટે AMCના અધિકારીઓને સવારે 11 કલાકે રૂબરૂ હાજર રહેવાનો હુકમ કર્યો

ગુજરાત હાઈકોર્ટે AMCના અધિકારીઓને સવારે 11 કલાકે રૂબરૂ હાજર રહેવાનો હુકમ કર્યો

45
0

અમદાવાદમાં બિસ્માર રસ્તા, રખડતા ઢોર, ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા મામલે આજે AMCના જવાબદાર અધિકારીઓ સામે ચાર્જફ્રેમ થવાનો હતો. જોકે ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓને આવતીકાલે સવારે 11 કલાકે રૂબરૂ હાજર રહેવાનો હુકમ કર્યો છે. હાઈકોર્ટે તમામ મ્યુનિસિપલ કમિશનર્સ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અને અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓને રૂબરૂમાં હાજર રહેવા નિર્દેશ કર્યો છે. તો બીજી તરફ AMC તરફથી ઢોર પકડતી ટીમ પર હુમલા થતા હોવાની રજૂઆત પણ કરાઈ છે. પશુમાલિકો તરફથી થતા હુમલાની કોર્ટે નોંધ લીધી છે. અમદાવાદમાં રખડતા ઢોર, ખરાબ રસ્તા અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે અગાઉ અનેક વખત ટકોર અને નિર્દેશો કર્યા હતા. પરંતુ AMC તંત્રના અધિકારીઓ તેનું પાલન કરવવામાં નિષ્ફળ જતાં હવે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ગઈકાલે હાઇકોર્ટમાં જાહેરહીતની અરજી પર સુનાવણી થઈ હતી. જેમાં પરિસ્થિતિ ચિંતાજનક હોવાનું કોર્ટે જણાવ્યું અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વસીસ ઓથોરિટીના રિપોર્ટની કોર્ટે ગંભીર નોંધ લીધી. તંત્ર ગંભીરતાથી ઠોસ પગલા ન લઈ રહ્યું હોવાની બાબત પણ કોર્ટે નોંધી. હવે મનપાના અને સરકારના તમામ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે. કોર્ટ હુકમના તિરસ્કાર અંગેના ચાર્જ ફ્રેમની કાર્યવાહી કરશે. જોકે રાજ્ય સરકાર અને AMC તરફથી કોર્ટ પાસે સમયની માંગણી કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here