જમ્મુ-કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને માહિતી આપી કે, ‘કુપવાડા પોલીસ દ્વારા આપવામાં આવેલી ચોક્કસ માહિતીના આધારે, મચ્છલ સેક્ટરમાં એન્કાઉન્ટર શરૂ થયું છે, જેમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. ઓપરેશન ચાલુ છે.’ ગુરુવારે સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં મચ્છલ સેક્ટરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી, જેમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, ‘કુપવાડા પોલીસ દ્વારા આપવામાં આવેલી ચોક્કસ માહિતીના આધારે, મચ્છલ સેક્ટરમાં એન્કાઉન્ટર શરૂ થયું છે, જેમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. ઓપરેશન ચાલુ છે.’ અગાઉ, આર્મીના શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે “ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો,” પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઓપરેશન ચાલુ છે.
