જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં માનવ પક્ષી દિપડાઓનું દિવસેને દિવસે પ્રમાણ વધતું જાય છે. ત્યારે વધુ એક માનવ ભક્ષી દીપડાએ બાળકીનો શિકાર કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તંત્રને વાંરવાર રજૂઆત કરવા છતાં પણ માનવ પક્ષી દીપડાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તારમાં સીસીટીવીમાં વાંરવાંર દિપડાઓ નજરે પડે છે. જૂનાગઢ જિલ્લાના સોનારડી ગામે હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જેમાં દાદાના હાથમાંથી કાળજાના કટકાને દીપડો ઉઠાવી ગયો હતો. દાદા-દાદી સાથે નદી કિનારે કપડા ધોવા ગયેલી 7 વર્ષની માસૂમને દાદાના હાથમાંથી ઝૂંટવીને માનવભક્ષી દીપડાએ ઉઠાવીને નદીના પટમાં તાણી ગયો હતો.
જે બાદ પરિવારજનોએ શોધખોળ હાથ ધરતા લોહીલુહાણ હાલતમાં બાળકીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. સોનારડી ગામે સવાના સમયે નદીએ કપડાં ધોવા જઈ રહેલી 7 વર્ષની બાળકીનો દીપડાએ શિકાર કર્યો હતો. ત્રણ દીકરીઓ દાદા-દાદી સાથે નદીએ કપડાં ધોવા ગઈ હતી, ત્યારે દાદાનો હાથ પકડીને ચાલી રહેલી 7 વર્ષની મન્નતને કાંટાની જાળીમાંથી તરાપ મારી ડોકી પકડી દીપડો ઉઠાવી ગયો હતો. ધોરણ બેમાં અભ્યાસ કરતી બાળકી પર હુમલો કરી નદીના પટમાં દીપડો તાણી ગયો હતો.
આ અંગે બાળકીને દાદાએ જણાવ્યું કે, અમે કપડા ધોવા જઈ રહ્યા હતા. ત્યારે બે બાળકીઓ નદી કિનારે પહોંચી ગઈ હતી જ્યારે એક બાળકી મારો હાથ ઝાલીને સાથે ચાલી રહી હતી. ત્યારે બાવળની ઝાળી માંથી દીપડાએ તરાપ મારીને મારા હાથમાંથી બાળકની ઉપાડીને લઈ ગયો હતો. ત્યારબાદ મે બધા લોકોને ઘટનાની જાણ કરી હતી. મન્નત રાઠોડ નામની સાત વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યાની જાણ ગામ લોકોને થતા ગ્રામજનો બાળકીને શોધવા લાગ્યા હતા.
બાદમાં લોહીલોહાણ હાલતમાંથી નદીના પટમાંથી બાળકી મળી આવી હતી. ગામ લોકોએ બાળકીને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી.
