દાહોદના ઝાલોદ તાલુકા પંચાયતના સભ્ય લાંચ લેતા ઝડપાયા છે. તાલુકા પંચાયતના મનરેગાના આસિસ્ટન્ટ પ્રોગ્રામિંગ ઓફિસર મોહન કટારાની ધરપકડ કરવામાં આવી છે. કારણ કે, APO મોહન કટારાએ ફરિયાદી પાસેથી રૂપિયા 50 હજારની લાંચ લીધી હતી. મોહન કટારાએ કેટલાક કામના બિલ પાસ કરવા માટે લાંચ માગી હતી. બિલો મંજુર કરાવવા આરોપીએ ફરિયાદી પાસે લાંચ માગી હતી, પરંતુ ફરિયાદી રૂપિયા આપવા માગતો ન હોવાથી ACBને જાણ કરી હતી, ACBએ છટકું ગોઠવીને આ લાંચિયા અધિકારીને ઠુઠાકંકાસીયા ચોકડી પર લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
