Home ગુજરાત ડાંગના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે ભગવાન રામ, લક્ષમણ, માતા શબરી મિલનનો ભવ્ય કાર્યક્રમ...

ડાંગના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે ભગવાન રામ, લક્ષમણ, માતા શબરી મિલનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

89
0

દંડકારણ્ય વન ભૂમિ ડાંગ જીલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ શબરી ધામ ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે પંપા સરોવરથી ભાવિક ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી ભગવાન શ્રી રામ, લક્ષમણ માતા સીતાની શોધ દરમિયાન શબરીધામ ખાતે માતા શબરીનું મિલન થયું હોવાનું પ્રતિકૃતિ રૂપે યાત્રા કાઢવામાં આવી હતી. શબરીધામના પૂજ્ય અસીમાનંદ અને શબરી સેવા સમિતિના કાર્યકરો સાથે ભાવિક ભક્તોનો વિશાળ સમૂહ પંપા સરોવરથી પદયાત્રા રૂપે વાજિંત્રો અને રામધૂન સાથે શોભાયાત્રાને શબરી મંદિર પરિસરમાં પૂજા અર્ચના કરી ઉત્સવ યોજાયો હતો.

ભીલ માતા શબરીની ભગવાન શ્રી રામ, લક્ષમણનું મિલનની વિસ્મરણીય ક્ષણની આબેહૂબ કૃતિ બનાવી ભાવિકો સહિત માતા શબરી દ્વારા ભગવાન શ્રી રામના ચરણ ધોઈ આરતી કરી આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ માતા શબરીએ પોતે ચાખેલા બોર ભગવાન શ્રી રામ, લક્ષમણને આરોગવા આપતા દૃષ્યો ભાવિકોને ત્રેતાયુગની અનુભૂતિ કરાવી હતી.

પંપા સરોવરથી ભેદ, કાંગર્યમાળ થઈ શબરીધામ સુધી ભગવાન રામ, લક્ષમણ અને હનુમાનજીના જયકારાથી સમગ્ર પરિસર ભક્તિભાવથી રંગાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here