Home દેશ દિલ્હીના જંતર મંતર પર ઘસડી ઘસડીને રેસલર્સની કરાઈ ધરપકડ

દિલ્હીના જંતર મંતર પર ઘસડી ઘસડીને રેસલર્સની કરાઈ ધરપકડ

105
0

દિલ્હીના જંતરમંતર પર છેલ્લા ઘણા સમયથી દેશને ગૌરવ અપાવનાર રેસલર્સ ધરણા કરી રહ્યા હતા. તેઓ મહિલા રેસલર્સની જાતીય સતામણી માટે કુશ્તીસંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી રહ્યા હતા.આજે રેસલર્સ જંતર મંતરથી નવી સંસદ ભવન સુધી માર્ચ કરીને મહિલા મહાપંચાયત કરવાના હતા.પણ તે પહેલા જ દિલ્હી પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.આ સમય એ દિલ્હીના રસ્તાઓ પર આશ્ચર્યજનક દ્રશ્યો જાેવા મળ્યા હતા. દેશ માટે મેડલ જીતીને સન્માન અપાવનારા રેસલર્સની રસ્તા પર ઘસડી ઘસડીને ધરપકડ કરવામાં આવી હતી.શનિવારના રોજ પ્રદર્શનકારી રેસલર્સ એ જણાવ્યું હતું કે નવા સંસદ ભવનની સામે મહાપંચાયત અયોજિત કરવાનો ર્નિણય કરવામાં આવશે. જેનું ઉદ્દઘાટન આજે વડાપ્રધાન મોદી એ કર્યું હતું.આજે દિલ્હીની સીમાઓ પર અને દિલ્હીની અંદર ઘણા સ્તર પર હજારો પોલીસ કર્મચારીઓ બેરિકેડ્‌સ લઈને તૈનાત થયા હતા. જેથી રેસલર્સ નવા સંસદ ભવન સુધી ના પહોંચી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here