Home દેશ દ્વારકામાં તરૂણી સાથે મિત્રતાને લઈને યુવતિના પિતાએ 22 વર્ષીય યુવક પર જીવલેણ...

દ્વારકામાં તરૂણી સાથે મિત્રતાને લઈને યુવતિના પિતાએ 22 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કર્યો, રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત યુવકનું મોત

51
0

દ્વારકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં યુવકને યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી છે. યુવતી સાથે મિત્રતાને લઈને યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. દ્વારકામાં તરૂણી સાથે મિત્રતાને લઈને યુવતિના પિતાએ 22 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. યુવકના મોત બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત અનુસાર દ્વારકામાં એક 22 વર્ષીય યુવકે યુવતી સાથે મિત્રતા કરી હતી. આ વાતની જાણ યુવતીના પિતાને થઈ હતી. યુવતીના પિતાએ હાર્દિક બારીયા નામના 22 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ આ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારૂ ન થતાં જામનગર લઈ જવામાં આવ્યો હતો. જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકની તબીયતમાં સુધારો ન થતાં તેને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત યુવકનું મોત થયું હતું. યુવકના મોત બાદ હુમલાની ઘટના હત્યામાં પલ્ટી છે. યુવકના મોત બાદ તેના માતા દ્વારા દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવક પર હુમલો કરનાર યુવતીના પિતાનું નામ જેસલ ગઢવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી જેસલ ગઢવી વિરુદ્ધ સામે આઈપીસીની કલમ 323, 325, 352, 307, 308 તથા એટ્રોસિટી એક્ટની કલમો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here