પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા આજે એટલે કે 2 નવેમ્બરના રોજ પાક સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે, દેશમાં સામાન્ય ચૂંટણી 11 ફેબ્રુઆરી 2024ના રોજ યોજવામાં આવશે. આ પહેલા એવી અટકળો લગાવવામાં આવી હતી કે, પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી 26-28 જાન્યુઆરી વચ્ચે યોજાવાના શક્યતા છે. પાકિસ્તાનના ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટમાં 90 દિવસમાં સામાન્ય ચૂંટણી કરાવવાના મામલાની સુનાવણી થઈ હતી.. આ મુદ્દે ચૂંટણી પંચના વકીલ સુજીલ સ્વાતિએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું કેમ મત વિસ્તારોનું કામ 30 નવેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થશે. પાકિસ્તાનના ઈલેકશન કમીશનના વકીલે સુપ્રીમ કોર્ટ સાથે ચૂંટણીની તારીખ શેર કરતા કહ્યું કે, સીમાંકન સહિતની તમામ વ્યવસ્થાઓ 29 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.. સીમાંકન પ્રોસેસ અંગે વકીલે કહ્યું કે, ફાઈનલ લિસ્ટ જાહેર કરવામાં 3 થી 5 દિવસનો સમય લાગી શકે છે. તેમણે આગળ જણાવ્યું કે, 5 ડિસેમ્બરથી 54 દિવસની ગણતરી કરવામાં આવે તો 29 જાન્યુઆરીની તારીખ આવે છે. વકીલે કહ્યું કે ઈલેકશન કમીશન રવિવારે ચૂંટણી યોજવાનું વિચારી રહ્યું છે, જેથી લોકો માટે મતદાન કરવામાં સરળતા રહે.. વકીલે કહ્યું કે, આ પ્લાન હેઠળ પહેલો રવિવાર 4 ફેબ્રુઆરીએ અને બીજો રવિવાર 11 ફેબ્રુઆરીએ આવે છે. તેમણે કહ્યુ કે, તેથી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ચૂંટણી 11 ફેબ્રુઆરી રવિવારે યોજવી જોઈએ. ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું હતું કે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખ અંગે સહમત છે? શું ચૂંટણીની તારીખ વિશે રાષ્ટ્રપતિની સલાહ લેવામાં આવી હતી?.. પાકિસ્તાનના ચીફ જસ્ટિસ નિર્દેશ આપ્યો કે, ચૂંટણી પંચ આજે રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરે અને તેમને કોર્ટમાં પાછા આવવાનું કહે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. ચૂંટણી પંચે કહ્યું કે, ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ પહેલા ઇસીપીએ કહ્યું હતું કે, ચૂંટણી જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં યોજાઈ શકે, પરંતુ રાજકીય પક્ષોની માંગ છતાં ચોક્કસ તારીખ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.
