Home ગુજરાત પાટણમાં હારીજમાં પિતા-પુત્ર ઉપર ચાર શખ્સો લાકડી લઈને તૂટી પડ્યા

પાટણમાં હારીજમાં પિતા-પુત્ર ઉપર ચાર શખ્સો લાકડી લઈને તૂટી પડ્યા

75
0

સમી તાલુકાના ઉપલીયાસરા ગામના પિતા અને પુત્ર હારીજ ખાતે બેંકમાં પૈસા ઉપાડવા માટે આવ્યા હતા. ત્યારે ચાર ઈસમો આવીને કારનો કાચ તોડી લાકડી વડે માર મારતાં ચાર ઈસમો વિરૂધ્ધ હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સમીના ઉપલીયાસરા ગામના દિનેશભાઈ મગનભાઈ રબારી અને તેમના પિતા મગનભાઈ રબારી કાર લઈને હારીજ બેન્ક ઓફ બરોડાની શાખામાં પૈસા ઉપાડવા માટે આવ્યા હતા. ત્યારે પીપલાણા ગામના માલજીભાઈ મગનભાઈ રબારી, પ્રભાતભાઈ જગમાલભાઈ રબારી, અમરતભાઈ સગરામભાઈ રબારી, ચેહરાભાઈ મગનભા રબારી આવીને કહેવા લાગેલા કે તે કેમ અમારી ઉપર રાધનપુરમાં ખોટો કેસ કરેલ છે.

તેમ કહીને ગાળો બોલવા લાગેલા દિનેશભાઈના પિતાજીએ ગાળો બોલવાની ના પાડતાં અને કહેલ કે અમારી દિકરી તમારા ત્યાં પરણાવેલ છે. અને તમારે સાટામાં દિકરી પરણાવવાની નક્કી કરેલ હતી.તે તમે હજુ સુધી પરણાવેલ નથી અને અમારી દિકરીને તમારા ત્યાં પરણાવેલ હોય તે તમે તેડી જતાં નથી. આમ ગાળો બોલી પથ્થર મારી કારનો કાચ તોડી કાર ઉપર લાડીઓ મારી પિતા અને પુત્રને કારમાંથી નીચે ઉતારી લાકડીઓ વડે આડેધડ મારવા લાગેલા અને બજાર હોવાથી બુમાબુમ કરતાં નજીક માંથી લોકો દોડી આવતાં ચારેય ઈસમો ત્યાંથી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા.

ત્યારબાદ દિનેશભાઈ રબારીએ હારીજ પોલીસ મથકે માલજીભાઈ રબારી, પ્રભાતભાઈ રબારી, અમરતભાઈ રબારી, ચેહરાભાઈ રબારી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here