Home દેશ પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અને અમિત શાહે દિલ્લીમાં સરદાર વલ્લભભાઈ પટેલને...

પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અને અમિત શાહે દિલ્લીમાં સરદાર વલ્લભભાઈ પટેલને આપી શ્રદ્ધાંજલિ પ્રધાનમંત્રીએ વિકસીત ગુજરાતથી વિકસીત ભારતના મિશનને પાર કરવાનો રોડ મેપ પણ રજૂ કર્યો

91
0

દિવાળીના તહેવારને હજુ થોડા દિવસની વાર છે. પરંતુ ગુજરાતને તો અત્યારથી દિવાળીની ભેટ મળી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી પહેલાં જ ગુજરાતને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી દીધી છે. સાથે જ પ્રધાનમંત્રીએ વિકસીત ગુજરાતથી વિકસીત ભારતના મિશનને પાર કરવાનો રોડ મેપ પણ રજૂ કર્યો. પ્રધાનમંત્રીએ આપેલી આ ભેટથી ગુજરાત વધુ પાણીદાર બનશે. આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે જ્યાં સરદાર પટેલની 182 ફૂટ ઊંચી પ્રતિમા છે એવા કેવડિયામાં PM મોદી એકતા દિવસની ઉજવણીમાં આવી પહોંચ્યા છે. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલના વિશાળ સ્ટેચ્યુના ચરણ સ્પર્શ કરીને પુષ્પાંજલિ કરી હતી. તેમણે એકતા પરેડનું પણ નિરીક્ષણ કર્યુ હતું. તો કેવડિયામાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે. આ ખાસ દિવસ પર સરદાર પટેલને પ્રધાનમંત્રી મોદી અંજલિ અર્પણ કરી. આજે સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મ જયંતિ છે. ત્યારે દેશને એક કરનાર સરદારને અંજલિ આપવા માટે તેમને જન્મદિવસ એકતા દિવસ તરીકે ઉજવાય છે. વર્ષ 2019થી 31 ઓક્ટોબરે એકતા દિવસ ઉજવવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી હતી. દર વર્ષે એકતા દિવસ પર કેવડિયા સહિત રાજ્યભરમાં કાર્યક્રમોનું આયોજન થાય છે. એકતા દિવસે કેવડિયામાં ખાસ પરેડ કરવામાં આવે છે. આ વખતે આ પરેડમાં પ્રધાનમંત્રી મોદી હાજરી આપી રહ્યા છે. આ પરેડ માટે દેશભરમાંથી NCC કેડેટ્સ આવ્યા છે, જેઓ પોતાના પ્રદેશની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી. આ સાથે જ સુરક્ષા એજન્સીઓ અને પોલીસના જવાનોને પરેડની સલામી પીએમએ ઝીલી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here