Home દુનિયા ફિફા રેન્કિંગમાં ભારતે લાંબી છલાંગ લગાવી, ૧૦૧માં ક્રમે પહોંચ્યું ભારત

ફિફા રેન્કિંગમાં ભારતે લાંબી છલાંગ લગાવી, ૧૦૧માં ક્રમે પહોંચ્યું ભારત

119
0

ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમે તાજેતરમાં જ સમાપ્ત થયેલી ત્રિકોણીય ટુર્નામેન્ટમાં મ્યાનમાર અને કિર્ગિસ્તાન સામે જીત મેળવી હોવાથી ગુરુવારે જાહેર થયેલા ચાલુ વર્ષના સૌપ્રથમ ફિફા રેન્કિંગમાં પાંચ સ્થાનની લાંબી છલાંગ લગાવીને ૧૦૧માં સ્થાને પહોંચી ગઈ છે. ભારતીય ફૂટબોલ ટીમે મ્યાનમાર સામે ૧-૦થી જ્યારે કિર્ગિસ્તાન સામે ૨-૦થી વિજય મેળવ્યો હતો. ગત મહિને ભારતના આ વિજયને પગલે તેને ૮.૫૭ રેટિંગ પોઈન્ટ્‌સ મળ્યા હતા અને પાંચ સ્થાન આગળ આવ્યું હતું. અગાઉ ભારતનો ફિફા રેન્કિંગમાં ૧૦૬મો ક્રમ હતો. ભારતીય ફૂટબોલ ટીમને હવે ટોપ ૧૦૦માં પ્રવેશ મેળવવા માટે એક રેન્કની જરૂર છે. ફિફા દ્વારા વર્ષમાં આ સૌપ્રથમ વખત રેન્કિંગ ચાર્ટ જાહેર કરાયો છે. છેલ્લે ૨૨ ડિસેમ્બરના રોજ રેન્કિંગ જાહેર થયા હતા. ભારત ન્યૂઝીલેન્ડ કરતા એક ક્રમ પાછળ અને કેન્યા કરતા એક ક્રમ આગળ છે. ઈગોર સ્ટિમેકના માર્ગદર્શનમાં રમી રહેલી ભારતીય ફૂટબોલ ટીમ કુલ ૧,૨૦૦.૬૬ અંક ધરાવે છે. એશિયાના ૪૬ દેશો પૈકી ભારત ૧૯માં ક્રમે છે. ભારતે અગાઉ ૧૯૯૬માં ફિફા રેન્કિંગમાં સર્વશ્રેષ્ઠ ૯૪મો ક્રમ મેળવ્યો હતો. એશિયન દેશોમાં જાપાન સૌથી આગળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here