Home દેશ બનાસકાંઠાના છાપીમાં ઈઝરાયેલ વિરુદ્ધના પોસ્ટર લાગ્યાં, બોયકોટ ઈઝરાયેલના પોસ્ટર લગાવી અજાણ્યા લોકોએ...

બનાસકાંઠાના છાપીમાં ઈઝરાયેલ વિરુદ્ધના પોસ્ટર લાગ્યાં, બોયકોટ ઈઝરાયેલના પોસ્ટર લગાવી અજાણ્યા લોકોએ સ્થાનિક શાંતી ડહોળવાનો પ્રયાસ કર્યો

93
0

બનાસકાંઠા જિલ્લાના છાપીમાં ઈઝરાયેલ બોયકોટના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. અજાણ્યા લોકોએ શાંતિ ડહોળવા માટે થઈને આ વિવાદીત પોસ્ટર લગાવ્યા હોવાનુ પ્રાથમિક રીતે લાગ્યા છે. વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં આ વિવાદીત પોસ્ટર લગાડવામાં આવ્યા છે. ઈઝરાયેલ વિરુદ્ધના આ પોસ્ટર લાગવાને પગલે હવે પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસ હાલ તો આ પોસ્ટર દૂર કરી દઈને તેને ચીપકાવનારા લોકોની શોધખોળ શરુ કરી છે. પોલીસે આ માટે આસપાસના વિસ્તારના CCTV સહિત ટેક્નીકલ સર્વેલન્સ આધારે તપાસ શરુ કરી છે. ગુજરાતમાં કેટલાક સ્થળે આ પહેલા પણ આવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. હવે બનાસકાંઠા જિલ્લામાં આવા પોસ્ટર લાગવાને લઈ પોલીસે કાર્યવાહી તેજ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here