Home ગુજરાત બાપુનગરના પોટલીયામાં નોકરીથી ઘરે જતાં યુવક પર મિત્રએ ઉપરાછાપરી છરીના ઘા ઝીંકતા...

બાપુનગરના પોટલીયામાં નોકરીથી ઘરે જતાં યુવક પર મિત્રએ ઉપરાછાપરી છરીના ઘા ઝીંકતા મોત

66
0

અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં અનેક વિવિધ ગુનાઓ બની ગયા છે, જેને લીધે શહેરના અલગ અલગ વિસ્તારોમાં શાંતિ જોખમાઈ છે. પરંતુ આ સમયે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કડક થવાને બદલે કથળી રહી છે. એમાં હત્યા અને કરોડોની લૂંટના બનાવો પણ સામેલ છે. શહેરમાં હત્યાના બનાવો પણ બને છે, ત્યારે વધુ એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયારો મારીને હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. જેમાં અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ત્યારે ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આરોપી હત્યા કરીને ફરાર થઇ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરસપુર ચંદુલાલની ચાલી પાસે એક વ્યક્તિની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા શહેર કોટડા પોલીસ સ્થળ પર દોડી આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, બાપુનગરના ભીડભંજન ખાતે રહેતા મૃતક વિજય પ્રતાપજી ઠાકોર નોકરીથી ઘરે પરત આવી રહ્યા હતા. આ દરમિયાન 500 રૂપિયાની લેતીદેતીમાં મિત્ર સાથે વિજય ઠાકોરની બોલાચાલી થઈ હતી. જેને લઇને મિત્રએ છરીના ઘા મારી વિજય ઠાકોરની હત્યા કરી હતી.

જોકે, આરોપી હત્યા કરીને ફરાર થઈ ગયો છે. ઘટનાને લઇ આસપાસના સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here