ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓમાંથી એક રિષભ પંતના માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લાખો ચાહકો છે. ગયા વર્ષ રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ તે લગભગ એક વર્ષથી ક્રિકેટથી દૂર છે. પરંતુ આ દરમિયાન તેના ચાહકો અને રિષભ પંત વિશે સારા સમાચાર સામે આવ્યા છે. તેઓ ટૂંક સમયમાં ક્રિકેટના મેદાનમાં રમતો જોવા મળશે.હાલમાં તેને લઈ એક સારા સમાચાર સામે આવ્યા છે.આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સિવાય આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સ માટે પણ આ સારા સમાચાર છે.. રિષભ પંત વર્ષ 2022માં 30 ડિસેમ્બરના રોજ એક ગંભીર અકસ્માતનો શિકાર બન્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયો હતો. લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ એનસીએ જોવા મળ્યો હતો અને પોતાને જલ્દી ફિટ થાવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ દરમિયાન ભારતીય ટીમમાં તેનું સ્થાન અનેક ખેલાડીએ લીધી છે. પરંતુ તેનું સ્થાન કોઈ પૂર્ણ કરી શક્યું નથી.આઈપીએલમાં રમતો જોવા મળી શકે છે. આઈપીએલ 2023માં દિલ્હી કેપ્ટિલ્સની ટીમ તેના વગર મેદાનમાં ઉતરી, ત્યારબાદ ડેવિડ વોર્નરને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ટીમે ખરાબ પ્રદર્શન કર્યું અને ટ્રોફી જીતી શકી નહિ.. હવે સમાચાર આવી રહ્યા છે કે ,રિષભ પંત મેદાનમાં ઉતર્યો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રિષભ પંત હાલમાં કોલકાતામાં છે અને શક્ય તેટલી વહેલી તકે પ્લેઈંગ પોઝીશન પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે રિષભ પંત ક્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકશે, પરંતુ એ ચોક્કસ છે કે તે દિવસ દૂર નથી. તે જોવાનું પણ રસપ્રદ રહેશે કે રિષભ પંત IPL 2024 માટે ઉપલબ્ધ રહે છે કે પછી રાહ જોવી પડશે.
