Home દુનિયા બ્રિટનમાં રાહુલ ગાંધી નવા લુકમાં દેખાયા, પાંચ મહિના બાદ હળવો કર્યો દાઢીનો...

બ્રિટનમાં રાહુલ ગાંધી નવા લુકમાં દેખાયા, પાંચ મહિના બાદ હળવો કર્યો દાઢીનો ભાર

78
0

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં બ્રિટનની યાત્રા પર છે. જ્યાં તેઓ નવા લુકમાં દેખાઈ રહ્યા છે. તેમણે પોતાની દાઢીને ટ્રિમ કરાવી લીધું છે અને કોટ ટાઈમાં દેખાઈ રહ્યા છે. જેવી તેમની નવી તસ્વીર સામે આવી, જોતજોતામાં વાયરલ થઈ ગઈ. કેમ કે તેમણે 5 મહિના કરતા પણ વધારે સમયથી પોતાની દાઢી ટ્રિમ કરાવી નથી.

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની દાઢી ખૂબ ચર્ચાનો વિષય બની હતી. જ્યારે યાત્રા ખતમ થઈ, ત્યારથી લોકો પુછી રહ્યા હતા કે તેઓ પોતાની દાઢી ક્યારે કપાવશે? રાહુલ ગાંધી એક અઠવાડીયા માટે આ યાત્રા પર મંગળવારે બ્રિટન પહોંચ્યા છે. ત્યાં કેમ્બ્રિજ યુનિવર્સિટીને સંબોધન કરશે અને ભારતીય પ્રવાસી સમુદાય સાથે વાતચીત કરશે. કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલમાં વિઝિટિંગ ફેલો ગાંધી વિશ્વવિદ્યાલયમાં 21મી સદીના સાંભળવું અને શિખવું વિષય પર વ્યાખ્યાન આપશે.

કેમ્બ્રિજન જેબીએસે મંગળવારે ટ્વીટ કર્યું, અમારા કેમ્બ્રિજ એમબીએ કાર્યક્રમને ભારતના અગ્રણી વિપક્ષી નેતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું સ્વાગત કરતા ખૂબ ખુશી થઈ. તેઓ આજે 21મી સદીમાં સાંભળવું અને શિખવું વિષય પર કેમ્બ્રિજ જેબીએસના વિજિટિંગ ફેલો તરીકે બોલશે. 52 વર્ષિય કોંગ્રેસ નેતાએ છેલ્લે ગત વર્ષે મે મહિનામાં યૂકેના પ્રવાસ દરમિયાન કોર્પસ ક્રિસ્ટી કોલેજમાં ઈંડિયા એટ 75 શીષર્કથી આયોજીત એક કાર્યક્રમમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીને સંબોધન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here