Home ગુજરાત ભરૂચના ઝઘડિયાના બોરજાઈ ગામ પાસે ટ્રેકટર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું થયું...

ભરૂચના ઝઘડિયાના બોરજાઈ ગામ પાસે ટ્રેકટર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું થયું મોત

81
0

ઝઘડિયા તાલુકાના બોરજાઈ ગામ પાસે ખોડીયાર માતાજી મંદિરથી મોરતળાવ વચ્ચે ટ્રેકટર ચાલકે બાઈક સવારને ટક્કર કરતા તેનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું. ઝઘડિયા તાલુકાના ગુંડેચા ગામમાં રહેતા મહેન્દ્ર ખાલપા વસાવાનો પુત્ર 23 વર્ષીય અંકિત વસાવા પોતાની બાઈક નંબર-જીજે.16 ડીએચ 5257લઇ ઝઘડિયા જી.આઈ.ડી.સી.ની અનુપમ રસાયણ કંપનીમાં નોકરી ઉપર જવા નીકળ્યો હતો.

તે દરમિયાન બોરજાઈ ગામ પાસે ખોડીયાર માતાજી મંદિરથી મોરતળાવ વચ્ચે પુરપાટ ઝડપે ટ્રેકટર નંબર જીજે 16 આર 8953ના ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને 108 સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા માર્ગમાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ઝઘડિયા જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here