Home દેશ મહાદેવ બેટિંગ એપ પર શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કટાક્ષ કર્યો,...

મહાદેવ બેટિંગ એપ પર શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કટાક્ષ કર્યો, સીએમ બઘેલ ભાજપમાં જોડાવો, મહાદેવ એપ બની જશે હર-હર મહાદેવ એપ : ઉદ્ધવ ઠાકરે

66
0

મહાદેવ બેટિંગ એપ પર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કટાક્ષ કર્યો છે…“જો છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ભાજપમાં જોડાશે તો મહાદેવ સટ્ટાબાજીની એપ હર-હર મહાદેવ બની જશે.”.. મહાદેવ સટ્ટાબાજીની એપને લઈને આ દિવસોમાં રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. આ મામલે ભાજપ કોંગ્રેસ અને છત્તીસગઢ સીએમ ભૂપેશ બઘેલ પર આકરા પ્રહારો કરી રહી છે.. તમને જણાવી દઈએ કે મહાદેવ સટ્ટાબાજી કેસમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ સામે આવતાં ભાજપને ચૂંટણીનો મોટો મુદ્દો મળી ગયો છે. ભાજપ આ મુદ્દે બેઘલ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહી છે આ સાથે બે દિવસ અગાઉ પીએમએ છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ બેઘલ પર સવાલ ઉઠાવ્યા હતા જે મુદ્દે પીએમએ કહ્યું હતુ કે સટ્ટાબાજી સાથે સીએમ બેઘલના શું કનેક્શન છે તે જણાવે.. છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ આ મામલે ભૂપેશ બઘેલ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું કે પહેલા એવું લાગતું હતું કે બઘેલ ઈટાલીથી રિમોટનો ઉપયોગ કરી રહ્યા હતા, પરંતુ હવે જાણવા મળ્યું છે કે તે દુબઈથી રિમોટનો ઉપયોગ કરી રહ્યા છે.. મહાદેવ સટ્ટાબાજીની એપમાં સીએમ બઘેલનું નામ કેમ આવ્યું? જે વિષે જણાવી દઈએ કે, મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં આરોપી શુભમ સોનીએ પૂછપરછ દરમિયાન છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ લીધું હતું. શુભમ સોનીએ કહ્યું કે તેણે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને દુબઈમાં સટ્ટાબાજીનો ધંધો કરવા માટે 508 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ ખુલાસા બાદ ખળભળાટ મચી ગયો હતો. ચૂંટણીની મોસમમાં આ મુદ્દો કોંગ્રેસ માટે ગળાનો કાંટો બની રહ્યો છે, જ્યારે ભાજપ આ મુદ્દાને ઉઠાવવામાં કોઈ કસર છોડવા માંગતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here