Home દેશ મહિલાઓની માફક પુરુષો માટે પણ રાષ્ટ્રીય પુરુષ આયોગ બનાવવાની માગ, સુપ્રીમ કોર્ટમાં...

મહિલાઓની માફક પુરુષો માટે પણ રાષ્ટ્રીય પુરુષ આયોગ બનાવવાની માગ, સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી

107
0

ઘરેલૂ હિંસાના શિકાર વિવાહીત પુરુષો દ્વારા આત્મહત્યા કરવાના મામલાના નિવારણ માટે દિશા-નિર્દેશ અને રાષ્ટ્રીય પુરુષ આયોગ બનાવવાનો અનુરોધને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. વકીલ મહેશ કુમાર તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દેશમાં દુર્ઘટનાવશ મોતના સંબંધમાં 2021માં પ્રકાશિત રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરોના આંકડાના હવાલો આપતા કહ્યું કે, તે વર્ષે દેશભરમાં 1,64,033 લોકોએ આત્મહત્યા કરી છે. અરજીમાં કહેવાયું છે કે, તેમાંથી આત્મહત્યા કરનારા વિવાહીત પુરુષોની સંખ્યા 81,063 હતી, જ્યારે 28,680 વિવાહીત મહિલાઓ હતી. અરજીમાં એનસીઆરબીના આંકડાનો હવાલો આપતા કહ્યું કે, વર્ષ 2021માં લગભગ 33.2 ટકા પુરુષોએ પારિવારીક સમસ્યાના કારણોથી અને 4.8 ટકા વિવાહ સંબંધી કારણોથી આત્મહત્યા કરી છે. અરજીમાં વિવાહીત પુરુષો દ્વારા આત્મહત્યાના મુદ્દાના નિવારણ અને ઘરેલૂ હિંસાથી પીડિત પુરુષોની ફરિયાદ પર કાર્યવાહી કરવા માટે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો છે. અરજીમાં કેન્દ્રને ગૃહમંત્રાલય દ્વારા પોલીસ વિભાગને એ નિર્દેશ આપવાની ભલામણ કરી છે કે, ઘરેલૂ હિંસાના શિકાર પુરુષોની ફરિયાદ તાત્કાલિક સ્વીકારવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here