છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ભેળસેળયુક્ત ખાધ પદાર્થો ઝડપાવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ના થાય તેને ધ્યાને લઈને મહીસાગરમાં પણ તહેવારને પગલે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે ખાદ્ય પદાર્થોની તપાસ શરૂ કરી છે. મહીસાગરમાં 47 એકમોમાંથી 26 નમુના લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. ઘી, બેશન અને મીઠાઈના નમુના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તો 65 કિલો ખાદ્ય પદાર્થનો નાશ કરાયો છે. મોબાઈલ ટેસ્ટીંગ લેબોરેટરીમાં મિઠાઈના માવો, ચટણી, બળેલા તેલની તપાસ કરવામાં આવી છે.
