ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ કરી તેનો કબજાે ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનને સોપવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આરોપીનો ગુનાહિત ઇતિહાસ મેળવવાની કામગીરી સાથે તેની પુછપરછ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમ્યાન ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપી ભરતજી ઉર્ફે ડીગ્રી દશરથજી ઠાકોર (ઉ.૩૯, રહે. માણસા ગામ)ને અઈમાતા રોડ મહેન્દ્ર પાર્ક સોસાયટી પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગત ૨૩ મે ૨૦૨૩ના રોજ બપોરના સમયે ફરીયાદી સાગરભાઈની દુકાને જઈને ઉધારથી પોતાની ઓફિસમાં એસી ફીટ કરવાનું જણાવ્યું હતું, ત્યારે આરોપી અગાઉ ફરિયાદીની પાસેથી લઇ ગયેલી તિજાેરીના પૈસા આપો પછી આગળનો વ્યવહાર કરીશું. તેમ કહેતા આરોપી ગુસ્સે થઇ ધાક ધમકીઓ આપી નીકળી ગયો હતો. બાદમાં સાંજના છ વાગ્યાના સુમારે આરોપી તેના મિત્રો મુન્નો તથા સનાજી ઠાકોર સાથે મળી લોખંડની પાઈપ લઈને ફરિયાદીની દુકાનમાં ઘુસી લોખંડની પાઈપ વડે ઇલેક્ટ્રિક ઉપકરણોની તોડફોડ કરી નુકસાન કર્યુ હતુ. સાથે જ ૭૧ હજાર રુપિયાની લૂંટ કરી ફરાર થઇ ગયો હતો.
