Home ગુજરાત રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સુરતના હીરા ઉદ્યોગને માઠી અસર, બ્રિટને રશિયાથી આયાત પર...

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સુરતના હીરા ઉદ્યોગને માઠી અસર, બ્રિટને રશિયાથી આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો

100
0

રશિયા-યુક્રેન યુદ્ધ બાદ અનેક દેશો ખાસ કરીને અમેરિકા અને યૂરોપિયન યુનિયનના દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધ લગાવ્યા છે. આ પ્રતિબંધને કારણે રશિયાની સાથે સાથે અન્ય દેશોને પણ તેની અસર થઈ છે. આ જ ક્રમમાં હવે રશિયા પર લગાવવામાં આવેલ આ પ્રતિબંધને કારણે સુરતના હિરા ઉદ્યોગને ભારે નુકસાન થયું છે. બ્રિટને રશિયાથી આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે તેના કારણે રશિયાથી હીરા આયાત પર પ્રતિબંધને કારણે સુરતના હીરા ઉદ્યોગને પણ તેની માઠી અસર થઈ છે.રશિયાથી રફ ડામંડની આયાત કરવામાં આવે છે જે ભારત અને બ્રિટેન બન્ને જગ્યાએ આવે છે. બાદમાં ભારતમાં આ રફ ડાયમંડમાંથી હીરા તૈયાર થઈને બ્રિટેનમાં તેની જ્વેલરી વેચાય છે. હીરા જ્વેલરીના સર્ટિફિકેટ પર હીરા કઈ ખાણના છે તેનો પણ ઉલ્લેખ હોય છે. હવે બ્રિટેન દ્વારા પ્રતિબંધ લગાવવાને કારણે રશિયાના હીરા હોય બ્રિટનમાં ભારતની જ્વેલરી પણ વેચાશે નહિં. આ પ્રતિબંધને કારણે કટ અને પોલીસિંગના હીરાના વેચાણ પર અસર થશે. રશિયાથી મોટી સંખ્યામાં હીરા ભારત દેશમાં આયાત થાય છે. એ હીરા કટ પોલીસ્ડ કરી વિશ્વભરમાં વેચાય છે. જેમાં બ્રિટન પણ એક મોટું માર્કેટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here