Home દેશ રાજકોટમાં ગોલ્ડ અને બુલિયન ટ્રેડિંગ કરતી રેમિગોલ્ડ કંપનીમાં વધુ 250 કરોડના કૌભાંડનો...

રાજકોટમાં ગોલ્ડ અને બુલિયન ટ્રેડિંગ કરતી રેમિગોલ્ડ કંપનીમાં વધુ 250 કરોડના કૌભાંડનો પર્દાફાશ, DGGIએ રેમિગોલ્ડના માલિક જતીનની ધરપકડ કરી

53
0

રાજકોટમાં રૂપિયા 1467 કરોડોના બોગસ બિલિંગ કૌભાંડ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.ત્યારે DGGIની તપાસમાં વધુ રૂપિયા 250 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. 1467 કરોડના બોગસ બીલિંગ કૌભાડની તપાસ દરમિયાન બાતમી આધારે રાજકોટમાં ગોલ્ડ અને બુલિયન ટ્રેડિંગ કરતા રેમિગોલ્ડના માલિક જતીનને ત્યાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વધુ 250 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેથી DGGIએ રેમિગોલ્ડના માલિક જતીનની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે જતીન ગોલ્ડ અને સિલ્વરનું ટ્રેડીગ કરીને બોગેસ બીલ ઇસ્યુ કરતો હતો. મહત્વનું છે કે ગત મહિને DGGIએ મેસર્સ આસ્થા ટ્રેડિંગના માલિક હિતેશ લોઢિયાને ઝપેટમાં લીધો હતો.હિતેશે ગોલ્ડ અને સિલ્વર ટ્રેડીંગના નામે બોગસ બીલિંગ કરી ખોટી રીતે આઇટીસી લીધી હતી. દરોડામાં જપ્ત કરાયેલા ડીજીટલ ડેટામાંથી અનેક ચૌકાવનારી માહિતી મળી હતી. 50 જેટલી બોગસ કંપની ખોલીને 1467 કરોડના બોગસ ઇનવોયસ ઇસ્યુ કરાયા હતા.જેથી રાજકોટના વી.પી.જ્વેલર્સને સીલ કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here