રાજકોટમાં ગાંજાેના જથ્થો મળી આવતા પોલીસે ૨૦ કિલો ગાંજાે જપ્ત કરીને બે લોકોની ધરપકડ કરી છે.રાજકોટમાં શાપર વિસ્તારના બલવિર અને મહેશ નામના શખ્સ પાસેથી ૨૦ કિલ્લો જેટલો ગાંજાનો જથ્થો મળી આપતા પોલીસે ડ્રગ્સ કબ્જે કરીને બંને પૂછપરછ શરૂ કરી છે. ભક્તિનગર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બંને શખ્સ શાપર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, ગાંજાે શાપરની શબાના બુખારી નામની મહિલા માટે સુરતથી લાવવામાં આવ્યો હતો. આરોપીએ આ મામલે કબૂલાત કરી હતી.
