Home અન્ય લીવ ઇનમાં રહેતા પ્રેમીએ તેની પ્રેમિકાને માતાની હાજરીમાં જ ચપ્પુ માર્યું, પોલીસે...

લીવ ઇનમાં રહેતા પ્રેમીએ તેની પ્રેમિકાને માતાની હાજરીમાં જ ચપ્પુ માર્યું, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને કિંમથી ઝડપી પાડી જેલ ભેગો કર્યો

56
0

લીવ ઇનમાં રહેતા પ્રેમીએ તેની પ્રેમિકાને માતાની હાજરીમાં જ ચપ્પુ વડે હુમલો કરી દેતા ઇજાગ્રસ્ત થઈ હતી. કડોદરા રાયકા ચોકડી પાસે જ્યારે પ્રેમિકા માતાની સાથે પસાર થઈ રહી હતી. ત્યારે પ્રેમની પોતાની બાઈક પર આવીને તેને ધમકાવવા લાગ્યો હતો. એટલું જ નહીં ઉશ્કેરાઈને પ્રેમિકા ઉપર હુમલો પણ કરી દીધો હતો અને ત્યાંથી નાસી ગયો હતો. જોકે ખટોદરા પોલીસે તેની કેમ વિસ્તારથી ધરપકડ કરી છે. પ્રેમિકા વતન જવા માટે સતત ના પાડતી હતી જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને પ્રેમીએ તેની ઉપર જીવ લઈને હુમલો કરી દીધો હતો. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ઉધના વિસ્તાર ખાતે આવેલા કાશીનગરમાં 21 વર્ષે વિષ્ણુ વસાવા છેલ્લા બે વર્ષથી પ્રેમિકા સાથે લીવ ઇન રિલેશનમાં રહેતો હતો. ત્રણ વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. પરંતુ બે મહિના પહેલા જ બંને વચ્ચે ઝઘડો થતાં પ્રેમિકા માતાની ઘરે રહેવા માટે આવી ગઈ હતી. પ્રેમી સતત તેને વતન જવા માટે કહેતો હતો અને પ્રેમિકાએ તેને ના પાડી હતી. વિષ્ણુના દબાણના કારણે માતા અને પ્રેમિકા બંને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા જઈ રહી હતી તે દરમિયાન આરોપી વિષ્ણુભાઈ પર રસ્તા વચ્ચે આવી ગયો અને બળજબરી કરવા લાગ્યો હતો. પ્રેમિકાએ તેની સાથે જવાની ના પાડી દીધી હતી. ઉશ્કેરાયેલા વિષ્ણુએ આખરે પ્રેમિકા ઉપર તેની માતાની સામે જ જાહેર રસ્તા ઉપર ચપ્પુ વડે ગળાના ભાગે ઘા ઝીંકી દીધા હતા અને ત્યાંથી નાસી ગયો હતો. આરોપી વિષ્ણુએ પ્રેમિકા પર ડાબા હાથે અને ગળાના ભાગે કુલ ત્રણ જેટલા ઘા મારતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને પોતાની મોપેડ લઈને આરોપી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી .પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં જ આરોપીને કિંમથી ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here