Home દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ વર્ષ બાદ શિરડી સાંઈ બાબાનાં દર્શને પહોચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ વર્ષ બાદ શિરડી સાંઈ બાબાનાં દર્શને પહોચ્યા

86
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે, જ્યાં તેમણે સૌપ્રથમ શિરડી સાંઈ બાબાની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. આ દરમિયાન પીએમ મોદી સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ પણ તેમની સાથે રહ્યા. પીએમ મોદીએ મંદિરની બહાર હાજર લોકોને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે આ દરમિયાન પીએમ મોદી શિડ્યુલ મુજબ સૌથી પહેલા શિરડી પહોંચ્યા હતા. જ્યાં તેમણે સાંઈ બાબાની પૂજા કરી હતી. હવે થોડા સમય બાદ પીએમ મોદી મંદિરની અંદર જ દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ખુદ પીએમ મોદીએ કર્યું હતું. તમને જણાવી દઈએ કે પીએમ મોદી પાંચ વર્ષ બાદ શિરડી પહોંચ્યા છે. વડાપ્રધાન નિલવંદે ડેમનું જલ પૂજન કરશે અને ડેમનું નહેર નેટવર્ક રાષ્ટ્રને સમર્પિત કરશે. શિરડીમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં, તેઓ આરોગ્ય, રેલ, રસ્તા અને તેલ અને ગેસ જેવા ક્ષેત્રોમાં લગભગ રૂ. 7500 કરોડની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે, કેટલાક રાષ્ટ્રને સમર્પિત કરશે અને કેટલાકનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાને ઓક્ટોબર 2018માં શિરડીમાં દર્શન કતાર સંકુલનો શિલાન્યાસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here