Home દેશ વડાપ્રધાન મોદીએ ૭૫ રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો, સિક્કાનું વજન ૩૪.૬૫થી ૩૫.૩૫ ગ્રામની...

વડાપ્રધાન મોદીએ ૭૫ રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો, સિક્કાનું વજન ૩૪.૬૫થી ૩૫.૩૫ ગ્રામની વચ્ચે

73
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ??નવી સંસદ રાષ્ટ્રને સમર્પિત કરી છે. આ ઐતિહાસિક અવસર પર પીએમ મોદીએ ?૭૫નો ખાસ સિક્કો બહાર પાડ્યો. એક ટપાલ ટિકિટ પણ લોન્ચ કરી. આ ખાસ સિક્કા અને ટપાલ ટિકિટનું વિમોચન નવા સંસદ ભવનની લોકસભા ચેમ્બરમાં કરવામાં આવ્યું હતું, જ્યાં આ ઉદ્‌ઘાટન સમારોહના બીજા તબક્કાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.નાણા મંત્રાલય હેઠળ કામ કરતા આર્થિક બાબતોના મંત્રાલયે ?૭૫નો વિશેષ સિક્કો લોન્ચ કરવા અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. તે મુજબ સિક્કાનું વજન ૩૪.૬૫થી ૩૫.૩૫ ગ્રામની વચ્ચે છે. ઁસ્ મોદીએ આજે ??લોન્ચ કરેલા ?૭૫ના ખાસ સિક્કાની એક તરફ અશોકનું પ્રતીક કોતરેલું છે. તેની બીજી બાજુ દેવનાગરીમાં ‘ભારત’ અને એક બાજુ રોમનમાં ‘ૈંહઙ્ઘૈટ્ઠ’ લખેલું છે.તેના પર અશોકની પ્રતિમાની નીચે ‘?૭૫’ કોતરવામાં આવેલ છે. જ્યારે સિક્કાની બીજી બાજુ સંસદ ભવન સંકુલ કોતરવામાં આવ્યું છે. સાથે જ તસવીરની નીચે ‘૨૦૨૩’ લખવામાં આવ્યું છે. આ સિક્કાની વિશેષતા એ છે કે તેમાં તેના વજનના ૫૦ ટકા જેટલી ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે તેને ૪૦ ટકા કોપરથી મોલ્ડ કરવામાં આવ્યું છે. આ સિવાય તેમાં માત્ર ૫ ટકા જસત અને ૫ ટકા નિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. આ સ્ટેમ્પ પર ‘સંસદ સંકુલ’ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ‘સંસદ સંકુલ’માં નવા સંસદ ભવનની બાજુમાં જૂનું સંસદ ભવન પણ દેખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here