વડોદરા નજીક આવેલા પાતરવેણી ગામની સીમમાં આવેલા ખેતરમાં બાંધેલા મકાનને રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને નિંદ્રાધીન પરિવારના મકાનની પાછળની દીવાલ ઉપર આવેલી બારીની સેફ્ટી ગ્રીલના સળીયા કાપી ઘરમાં તસ્કરો ઘરમાં પ્રવેશી તિજોરીમાં મૂકેલા 110 યુએસ ડોલર, 180 યુકે પાઉન્ડ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા 5,93,400નો મુદ્દામાલ ચોરી
