Home ગુજરાત વિસનગરમાં ગટીયાવાસમાં શહેર પોલીસે 7 જુગારીઓને ઝડપી, ગુનો નોંધી વધુ તપાસ હાથ...

વિસનગરમાં ગટીયાવાસમાં શહેર પોલીસે 7 જુગારીઓને ઝડપી, ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

104
0

વિસનગર શહેર પોલીસે બાતમીના આધારે રેડ કરી જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે જુગારીઓ પાસેથી જુગાર સાહિત્ય સહિત 12,270 રોકડ કબજે લઇ આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. વિસનગર શહેર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન વિસનગર પટણી દરવાજા પાસે આવતા પીઆઇ એસ.એસ. નીનામાને બાતમી મળી હતી કે, બલોચ સમીરખાન મહેબૂબખાન રહે ગટીયાવાસ, ઘરની આગળ ખુલ્લીમાં જગ્યામાં જુગાર રમાડે છે.

તેવી હકીકતને આધારે ઘટનાસ્થળે રેડ કરતા પોલીસે જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે તેમની પાસેથી જુગાર સાહિત્ય સહિત કુલ રોકડ રકમ 12,270 રૂપિયાનો મુદ્દામાલ સાથે કબજે લઈ ઝડપાયેલ જુગારીઓ ઇમરાનખાન અનવરખાન બલોચ, એજાજખાન અહેમદખાન બલોચ, મોઈનખાન ઉસ્માનખાન બલોચ, નસીબખાન એહમદખાન બલોચ, જાકીરહુસેન ગુલામમહંમદ કાજી, સમીરખાન મહેબૂબખાન બલોચ અને મોઈનખાન અહેમદખાન બલોચ સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here