Home ગુજરાત વિસનગર તાલુકાના પાલડી ત્રણ રસ્તા નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો

વિસનગર તાલુકાના પાલડી ત્રણ રસ્તા નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો

81
0

વિસનગર તાલુકાના પાલડી ત્રણ રસ્તા નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે આવી રહેલી ઇકો ગાડીના ચાલકે એક્ટિવા અને બાઇક ચાલકને ટક્કર મારતાં એક્ટિવા ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિસનગર તાલુકાના કાંસા ગામમાં રહેતા આશિષ પ્રહલાદ પટેલ એક્ટિવા લઈ વડનગર તાલુકાના જાસ્કા ગામે ગયા હતા. જાસકા ગામેથી તેઓ એક્ટિવા લઈ પરત ફરી રહ્યા હતા.

ત્યારે તે દરમિયાન પાલડી વિસનગર રોડ પર આવેલા વળાંકમાં પૂરઝડપે આવી રહેલી ઇકો ગાડીના ચાલકે સામેથી આવી રહેલી એક્ટિવા અને પાછળથી આવતા બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક ઠાકોર અરવિંદ નીચે પટકાયો હતો. આમ ઇકો ગાડીએ એક્ટિવા અને બાઇકને ટક્કર મારતા એક્ટિવા ચાલક અને બાઇક ચાલક નીચે પટકાયા હતા.

જેમાં એક્ટિવા ચાલક અને બાઇક ચાલક નીચે પટકાતા બન્નેને તાત્કાલિક સારવાર અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે એક્ટિવા ચાલક આશિષને મૃત જાહેર કર્યો હતો. તેમજ બાઇક ચાલક ઠાકોર અરવિંદને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર કરવામાં આવી હતી.

આ બનાવ અંગે મૃતક આશિષના ભાઈ નીરવ અંબારામ પટેલે વિસનગર પોલીસને જાણ કરતા પોલીસે આશિષના મૃતદેહનું પી.એમ કરાવી. ઇકો ગાડી ચાલક સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here