ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ કપ 2023માં વિસ્ફોટક ફોર્મમાં ચાલી રહ્યો છે. ત્યાં જ શરૂઆતની 10 ઓવરમાં જ વિપક્ષી ટીમને મેચથી દૂર કરી નાંખે છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ગત મેચમાં રોહિત શર્મા સદી ચૂકી ગયો હતો. પરંતુ શ્રીલંકા વિરૂદ્ધ વાનખેડે સ્ટડિયમ પર બે બોલ પર જ રોહિત શર્માની ઇનિંગનો અંત આવી ગયો. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીત્યો અને તમામ લોકોને ચોંકાવતા પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.. રોહિત શર્માએ ડાબા હાથના ઝડપી બોલર દિલશાન મદુશંકા વિરૂદ્ધ પ્રથમ બોલ પર જ ચોગ્ગો મારી દીધો. લેગ સ્ટમ્પના બોલને રોહિતે ફાઇન લેગ તરફ રમીને ચોગ્ગો ફટકાર્યો હતો. જોકે આગામી બોલ પર જ ભારતીય કેપ્ટનના દાંડિયા ઉડી ગયા હતા. મધુશંકાએ રોહિત શર્માને ચોંકાવતા ઓફ કટર બોલ નાંખી દીધો હતો. આ દરમિયાન રોહિત અંદર આવતા બોલ માટે તૈયાર હતો પરંતુ ઓફ કટર પડ્યા બાદ બોલ બહાર તરફ ગયો અને ભારતીય કેપ્ટન બોલ્ડ થઇ ગયો હતો. ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ ઓફ કટર પર ઘણા બેટ્સમેનોનો શિકાર કરે છે.. અત્યાર સુધી પ્રથમ મેચ સિવાય રોહિત શર્મા ટીમને ઝડપી શરૂઆત અપાવી રહ્યો હતો. આવી સ્થિતિમાં મિડલ ઓર્ડર માટે આવવું અને રમવું સરળ હતું. પરંતુ આ મેચમાં રોહિત સસ્તામાં આઉટ થયો હતો. મુંબઈની પીચ પર મોટા સ્કોર બને છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમની બેટિંગ પર દબાણ રહેશે. ટીમને મોટા સ્કોર સુધી લઈ જવા માટે કોઈએ રોહિતની જેમ બેટિંગ કરવી પડશે. આ પછી જ શ્રીલંકાના બોલરો પર દબાણ બનાવી શકાશે. રોહિત શર્માએ પણ વર્લ્ડ કપ 2023માં 400 રન પૂરા કર્યા છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે ચોથા સ્થાને છે. રોહિત 400 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ છે. ક્વિન્ટન ડી કોકે સૌથી વધુ 545 રન બનાવ્યા છે.
