ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અત્યારે પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. વધતા દેવા અને ઘટતા વિદેશી મુદ્રા ભંડારથી, વધતી મોંઘવારી અને ઘટતા જીડીપી ગ્રોથ. વીતેલા એક વર્ષમાં પાકિસ્તાનની સ્થિતિ અત્યંત કંગાળ બની ગઈ છે. દેશમાં વિકરાળ થઈ રહેલી આર્થિક સમસ્યાનો અંદાજો તેના પરથી લગાવી શકાય છે કે પાકિસ્તાન અમેરિકામાં રહેલું પોતાનું દૂતાવાસ વેચવા માટે તૈયાર છે. દેશમાં રોજગારની અછત ચરમસીમાએ છે. વીતેલા દિવસોમાં પોલીસની માત્ર્ 1167 વેકેન્સી માટે 30,000 ઉમેદવારો પહોંચ્યા હતા. જેમને ઈસ્લામાબાદ સ્ટેડિયમમાં બેસાડીને પરીક્ષા લેવામાં આવી હતી. સૌપ્રથમ તો સરકારી ખજાનો બચાવવા માટેની ચિંતા. છેલ્લા 1 વર્ષમાં પાકિસ્તાનની સ્થિતિ પર નજર કરીએ તો ભયાનક પૂરે તબાહી મચાવી અને તેના પછી દિવસ પસાર થયા ગયા અને સરકારની ચિંતામાં વધારો થતો ગયો. હવે તો પાકિસ્તાનની સરકાર પણ માની ચૂકી છે કે દેશમાં સ્થિતિ ગંભીર છે.
ઉચ્ચ સ્તર પર પહોંચેલી મોંઘવારીની વચ્ચે ઉર્જાનો ખર્ચ પણ મુશ્કેલી વધારી રહ્યો છે. સરકારી ખજાના પર સતત વધતા બોઝને ઓછું કરવા માટે પ્રધાનમંત્રી શાહબાઝ શરીફની સરકારે ઉતાવળમાં અનેક પગલાં પણ ઉઠાવ્યા છે. તો કેટલાંક ચોંકાવનારા ઉપાય પણ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં બીજી સૌથી મોટી સમસ્યા છે વીજળી સંકટની સમસ્યા..જેના માટે સરકારના ઉઠાવવામાં આવેલા પગલાં પર નજર કરીએ તો વધતા ઉર્જા સંકટને ઓછું કરવા માટે સરકારે રાત્રે 8.30 સુધી બજારોને બંધ કરી દેવાનો આદેશ આપી દીધો છે. મેરેજ હોલ અને મોલ્સ માટે સમય સીમા 10 સુધી નક્કી કરી દેવામાં આવ્યું છે. તે સિવાય ઈલેક્ટ્રિક પંખા અને બલ્બને પ્રોડક્શન જુલાઈ 2023 સુધી બંધ કરી દેવા આદેશ કર્યો છે. સરકારી ઓફિસમાં ખર્ચ ઓછો કરવા માટે મીટિંગ્સ દિવસના પ્રકાશમાં કરવાની સલાહ આપવામાં આવી છે.સરકારનું માનવું છે કે આ ઉપાયોથી લગભગ 273 મિલિયન ડોલર એટલે 62 અરબ પાકિસ્તાની રૂપિયાની આયાત બચી જશે. અને જો પાકિસ્તાન સરકારે તો દેવું ઉતારવા માટે દૂતાવાસને વેચવા કાઢ્યું.. દેવા નીચે દબાયેલું પાકિસ્તાન હવે પરેશાન થઈ રહ્યું છે. એકબાજુ આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યું છે.
તો બીજીબાજુ આંતરિક ઝઘડાથી પરેશાન છે. એવામાં પાકિસ્તાને પોતાને દેવામાંથી ઉગારવા માટે અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલું પોતાનું જૂનું દૂતાવાસ વેચવાનો નિર્ણય કર્યો છે. બિલ્ડિંગને વેચવા માટેની પરમિશન પણ મળી ગઈ છે. પાકિસ્તાનનું આ દૂતાવાસ 15 વર્ષથી ખાલી પડ્યું છે. આ બિલ્ડિંગની કુલ કિંમત 50થી 60 લાખ ડોલર છે. પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી.. સરકાર ભલે પોતાના સ્તરે પગલાં ભરી રહી હોય છે. પરંતુ પૂર્ણ આર્થિક તન તરફ વધતું 220 મિલિયન વસ્તીવાળા પાકિસ્તાનને સંભાળવું મુશ્કેલ બની રહ્યું છે. મોંઘવારી દર આસમાને પહોંચી ગયો છે. અને મૂળભૂત સુવિધાઓ પણ લોકોની પહોંચથી દૂર થઈ રહી છે. એક વર્ષ પહેલાં મોંઘવારી દર 12.28 ટકા હતો. એટલે હવે તે વધીને બેગણો થઈ ગયો છે. દેશમાં રોજિંદી જરૂરિયાતની દરેક વસ્તુઓ મોંઘી બનતાં લોકો બસમાંથી મુસાફરી કરે છે. ખાવાનું પણ ઓછું કરી દીધું છે. પાકિસ્તાનમાં કરન્સીમાં ઘટાડાથી ગરીબીમાં વધારો થયો?!… છેલ્લા 1 વર્ષમાં પાકિસ્તાનની ખરાબ સ્થિતિની તસવીર દેશની કરન્સી પર પણ પડી રહી છે. અમેરિકી ડોલરની સરખામણીમાં વર્ષ 2022માં પાકિસ્તાની રૂપિયો લગભગ 30 ટકા સુધી ઘટી ગયો છે. આ સિવાય દેશનો વિદેશી મુદ્રા ભંડાર વીતેલા મહિને 294 મિલિયન ડોલર ઘટીને 5.8 અરબ ડોલર સુધી પહોંચી ગયો છે. ઓક્ટોબર 2022માં આવેલા રિપોર્ટમાં 2022ના પૂરથી પાકિસ્તાનના વિકાસ દરમાં 5 ટકા સુધીનો ઘટાડો નોંધ્યો છે. પાકિસ્તાન પોવર્ટી ઈન્ડેક્સમાં 116 દેશમાંથી 92માં નંબરે છે. તેના પરથી ખ્યાલ આવે છે કે પાકિસ્તાનની સ્થિતિ કઈ હદે વણસી ગઈ છે.
