Home અન્ય સાઇફર કેસમાં ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી, પાકિસ્તાન કોર્ટે 7 નવેમ્બર સુધી સુનાવણી...

સાઇફર કેસમાં ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી, પાકિસ્તાન કોર્ટે 7 નવેમ્બર સુધી સુનાવણી ટાળી

77
0

સાઇફર કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને પૂર્વ વિદેશ મંત્રી મહમૂદ કુરેશીની મુસીબતો ઓછી થતી દેખાતી નથી. પાકિસ્તાનની કોર્ટે સુનાવણી 7 નવેમ્બર સુધી ટાળી દીધી છે. પાકિસ્તાનની વિશેષ અદાલતે મંગળવારે 10 સાક્ષીઓમાંથી કોઈપણનું નિવેદન નોંધ્યા વિના કેસની સુનાવણી આગામી તારીખ સુધી સ્થગિત કરી દીધી છે.. સુનાવણી દરમિયાન ઇમરાન ખાન અને પૂર્વ વિદેશ પ્રધાન કુરેશી વિરુદ્ધ નિવેદનો આપવા 10 સાક્ષીઓ આવ્યા હતા. FIA દ્વારા તેમની રજૂઆત કરવામાં આવી હતી. કેસની સુનાવણી કરતા જજ અબુલ હસનત ઝુલકરનૈને તેમના સ્ટાફને સાક્ષીઓ અને આરોપીઓની હાજરી રેકોર્ડ કરવાનો આદેશ આપ્યો હતો. બાદમાં તેમણે સુનાવણી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો અને સાક્ષીઓને 7 નવેમ્બરે ફરીથી હાજર થવાનો આદેશ આપ્યો.. તમને જણાવી દઈએ કે સુનાવણી રાવલપિંડીની અદિયાલા જેલમાં થઈ હતી. જ્યાં ઈમરાન ખાન અને મહમૂદ કુરેશી તેમના વકીલો સાથે હાજર રહ્યા હતા. આ કેસમાં સરકારી વકીલ રિઝવાન અબ્બાસી પણ હાજર રહ્યા હતા. અગાઉ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં તેમના આરોપને પડકાર્યો હતો, પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.. સમગ્ર મામલો વિષે જણાવીએ, ગયા વર્ષે માર્ચમાં વોશિંગ્ટનમાં પાકિસ્તાનના દૂતાવાસ દ્વારા મોકલવામાં આવેલા ગુપ્ત રાજદ્વારી કેબલ (સાઇફર)ને જાહેર કરવા બદલ કેસ નોંધાયો હતો. જે બાદ ઓગસ્ટમાં ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે પાકિસ્તાનની વિશેષ અદાલતે ઈમરાન ખાન અને તેમના ખાસ ગણાતા પૂર્વ વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીને દોષિત ઠેરવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here