એક્ટ્રેસ આથિયા શેટ્ટી આજે એટલે કે 05 નવેમ્બર 2023ના રોજ 31મો જન્મદિવસ ઉજવ્યો છે. આ અવસર પર પિતા સુનીલ શેટ્ટીએ તેને પ્રેમ અને સ્નેહભરી શુભેચ્છા પાઠવી છે. સુનીલ શેટ્ટીએ તેની ‘બેબી’ આથિયાના લગ્નની એક ન જોયેલી તસવીર શેર કરી છે અને અભિનેતાએ આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને પ્રેમ વરસાવ્યો છે. આ તસવીરે ફેન્સનું દિલ જીતી લીધું છે અને તેઓએ પણ આથિયાને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે.. સુનીલ શેટ્ટીએ 4 નવેમ્બરની અડધી રાત્રે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આથિયા સાથેની એક અનસીન તસવીર શેર કરી હતી. આ તસવીર આથિયા શેટ્ટીના લગ્ન સમયની છે અને આ હલ્દી સેરેમનીની છે. જેમાં એક્ટર તેની દીકરીના ગાલ પર પ્રેમથી ચુંબન કરતો જોવા મળે છે. સુંદર આઉટફિટ પહેરેલી આથિયા ખુશ દેખાઈ રહી છે. તસવીર શેર કરતા સુનીલ શેટ્ટીએ લખ્યું, ‘હેપ્પી બર્થડે માય બેબી.’ તમને લોકોને પણ એ ખબર છે કે આથિયાના લગ્નના ક્રિકેટર કેએલ રાહુલ સાથે થયા છે.. અર્ચના પુરણ સિંહ, સોનુ સૂદ અને સંજય કપૂર સહિત ઘણા સ્ટાર્સે સુનીલ શેટ્ટીની આ પોસ્ટ પર કોમેન્ટ્સ કરીને પ્રતિક્રિયા આપી છે. તેમજ આથિયાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ફેન્સે પણ ઘણો સ્નેહ વરસાવ્યો છે અને સુનીલ શેટ્ટી-આથિયાને ક્યૂટ પિતા-પુત્રીની જોડી ગણાવી છે.. તાજેતરમાં જ સુનીલ શેટ્ટી અને આથિયાએ પણ જીયો વર્લ્ડ સેન્ટરના ઓપનિંગ સેરેમનીમાં સાથે રેમ્પ વોક કર્યું હતું અને ચર્ચામાં રહ્યા હતા. આથિયા શેટ્ટીએ 2015માં ફિલ્મ ‘હીરો’થી એક્ટિંગની દૂનિયામાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તે ક્યારેય અભિનેત્રી બનવા માંગતી નહોતી. આથિયા 2019થી એક્ટિંગથી દૂર છે. તેણે કોઈ નવી ફિલ્મની હજુ સુધી જાહેરાત કરી નથી. આથિયાની અગાઉની ફિલ્મ ‘મોતીચૂર ચકનાચૂર’ 2019માં રિલીઝ થઈ હતી.
