રજનીકાંતનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે મુંબઈ એરપોર્ટ પરથી બહાર આવતો જોવા મળી રહ્યો છે, તેનો એરપોર્ટ પરનો આ અંદાજ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. તમિલ સુપરસ્ટાર જે અમિતાભ બચ્ચન અને અન્ય સ્ટાર્સની સાથે થલાઈવર 170ના શૂટિંગમાં વ્યસ્ત છે.એરપોર્ટ પર તેનો લુક જોઈએ તો રજનીકાંતે ચશ્મા અને સિંપલ લુકમાં જોવા મળ્યા હતા. બ્લેક ટી શર્ટ અને ટ્રાઉઝરની સાથે પણ તે ખુબ સુંદર લાગી રહ્યો છે.અહિથી તેનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ખુદ પોતાનું બેગ લઈને જતો અંદાજ જોઈ ચાહકો વખાણ કરી રહ્યા છે.. પાપારાઝીએ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રજનીકાંત એક બેગ લઈ જતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને કોમેન્ટ કરી રહ્યા છે અને સાથે અભિનેતાના વખાણ કરી રહ્યા છે. હાલમાં જ રજનીકાંત અમિતાભ બચ્ચન સાથે થલાઈવર 170ના સેટ પરના પહેલા ફોટોના ને લઈ ચર્ચામાં હતા. ટી.જે ગ્નનાવેલના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ માટે તમિલ સ્ટાર અને બોલિવુડ સ્ટાર 33 વર્ષ બાદ ફરી એક સાથે જોવા મળશે.. ફોટો શેર કરતા રજનીકાંતે લખ્યું હતુ કે, 33 વર્ષ બાદ હું મારા ગુરુ શ્રી અમિતાભ બચ્ચનની સાથે ટી.જે જ્ઞાનવેલના ડાયરેકશનમાં બની રહેલી ફિલ્મ થલાઈવર 170માં ફરીથી કામ કરી રહ્યો છું. મારું દિલ ખુશીથી ઝુમી રહ્યું છે. થલાઈવર 170માં રજનીકાંત અને અમિતાભ બચ્ચન સિવાય મંજુ વારિયર દુશારા, વિજયન, રિતિકા સિંહ, રાણા દગ્ગુબાતી અને ફહદ ફાસલ પણ છે. ફિલ્મનું શુટિંગ આ મહિનાથી શરુઆતથી કેરળમાં શરુથયું હતુ.
