Home દેશ સુહાના ખાને એક તસવીરથી ફેન્સનું દિલ જીતી લીધુ

સુહાના ખાને એક તસવીરથી ફેન્સનું દિલ જીતી લીધુ

51
0

કરવા ચોથના દિવસે દરેક લોકોના મોં પર એવા શબ્દો આવે છે કે ક્યારે ચાંદ દેખાશે..આમ ચાંદ તો સમય પર નિકળી જશે પરંતુ સુહાના ખાને એક મસ્ત સરપ્રાઇઝ ફેન્સને આપી દીધી છે. સુહાના ખાને સોશિયલ મિડીયામાં સુપર એક્ટિવ રહે છે. કોઇને કોઇ રીતે ફોટો અને વિડીયો શેર કરીને ફેન્સનું દિલ જીતી લે છે. જો કે આ વખતે પણ કંઇક આવું જ બન્યુ છે. આમ શાહરુખની લાડલીએ એક મસ્ત ફોટો શેર કર્યો છે જેમાં સુહાના સુપર ક્યૂટ લાગી રહી છે. સુહાનાનો આ લુક દરેક લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. સુહાના ખાનની આ તસવીર પર ફેન્સ સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ કોમેન્ટ્સમાં નવ્યા નંદા અને શનાયા કપૂરનું નામ પણ ટોપ પર છે. આ બન્ને સ્ટાર કિડ્સે પણ સુહાના ખાનની તસવીર પર કોમેન્ટ કરી છે. સુહાનાની આ તસવીર ફેન્સને એક નજરે ગમી જાય એવી છે.. સુહાનાના વર્કફ્રન્ટ કરીએ તો શાહરુખની લાડલી જલદી ‘આર્ચીજ’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં સુહાના ખાનની સાથે ખુશી કપૂર પણ ડેબ્યુ કરશે. આ સિવાય વેદાંગ રૈના, અગસ્ત્ય નંદા અને મિહીર આહુજા પણ નજરે પડશે. આ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. જો કે આ સિરીઝને લઇને ફેન્સ ખૂબ એક્સાઇટેડ છે, કારણકે આનું ખાસ કનેક્શન કિંગ ખાન સાથે છે. આવું પહેલી વાર થશે જેમાં કિંગ ખાનની દીકરી સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મ શાહરુખ માટે પણ ખાસ બની રહેશે. ઉલ્લેખનીય છે કે સુહાના અવારનવાર સોશિયલ મિડીયામાં તસવીરો અને વિડીયો શેર કરતી રહેતી હોય છે. સુહાના ખાન એ સ્ટાર કિડ્સમાંથી એક છે જે બહુ સ્માર્ટ અને હોંશિયાર છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે કિંગ ખાનની જેમ સુહાના ખાન પણ બોલિવૂડન દુનિયામાં એટલે કે ફિલ્મી દુનિયામાં પોતાનું નામ કરી શકશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here