Home ગુજરાત સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં કર્મચારીઓના પગારને લઇને ઉભો થયો વધુ એક વિવાદ, ૩૦૦ જેટલા...

સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં કર્મચારીઓના પગારને લઇને ઉભો થયો વધુ એક વિવાદ, ૩૦૦ જેટલા કર્મચારીઓનો પગાર અધ્ધરતાલ થયા

117
0

રાજકોટમાં એક પછી એક વિવાદ સામે આવી રહ્યો છે, હવે વધુ એક મોટો વિવાદ રાજકોટની સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાંથી સામે આવ્યો છે. આ વિવાદ કર્મચારીઓના પગારને લઇને ઉભો થયો છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટની સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં ૩૦૦ જેટલા કર્મચારીઓનો પગાર નથી ચૂકવાયો, આ ૩૦૦ કર્મચારીઓ કરાર આધારિત હતા, અને તેમનો પગાર ના ચૂકવાતા વિવાદ વધુ વકર્યો છે. ખાસ વાત છે કે, ૧૦ હજારથી લઈને ૩૦ હજાર સુધીના પગારના કર્મચારીઓના પગાર અટવાયા છે. ૫ તારીખને બદલે આજે ૧૫ તારીખ થઈ છતાં પગાર ના ચૂકવાતા કર્મચારીઓ હેરાન પરેશાન થઇ છે. માણસો પુરા પડતી એજન્સીનો કૉન્ટ્રાકટ પણ ૩૧ માર્ચે પુરો થઇ ગયો છે. નવી એજન્સીએ સિક્યૉરિટી ડિપૉઝીટ સહિતનું ચૂકવણું ન કરતા પગાર અટક્યો છે. મહેકમ વિભાગે જુની એજન્સીને ફરી કામ સોંપ્યું હોવાની ચર્ચા પણ વહેતી થઇ છે. જાેકે, વિવાદ વધુ ગરમાતા આજે સંભવતઃ પગાર ચૂકવાઇ જાય તેવી શક્યતા છે. અત્યારે કરાર આધારિત તમામ કર્મચારીઓમાં જબરદસ્ત રોષ જાેવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here