રાજ્ય સરકારના “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી હિતેશ કોયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લા સેવા સદનના તમામ અધિકારી, કર્મચારીગણે કલેકટર કચેરીના પ્રાંગણની સફાઈ હાથ ધરી હતી. ત્યારબાદ કર્મયોગીઓએ કચેરીઓની સફાઈ પણ કરી હતી.
રાજ્ય સરકારના “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓની સફાઈ તેમજ પસ્તી, ભંગારના નિકાલ માટે આ સપ્તાહે ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેના અનુસંધાને ગાંધીનગર જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સહયોગથી ગાંધીનગર જિલ્લાની તમામ કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
આ અભિયાનમાં જિલ્લા કલેકટરશ્રી હિતેશ કોયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર શ્રી ભરત જોશી, પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી શ્વેતા પંડ્યા, ચીટનીશ શ્રી ડી.કે ધ્રુવ, જન સંપર્ક અધિકારી શ્રી સિદ્ધાર્થ ત્રિવેદી સહિત અધિકારી કર્મચારીઓએ સહભાગી બની કર્મયોગીઓને સ્વચ્છતા અભિયાન માટે પ્રેરણા પૂરી પાડી હતી.
Home દેશ ‘સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લા સેવા...
