Home મનોરંજન ૨૪ કેરેટ ગોલ્ડ પ્રિન્ટ સાડીમાં કૃતિ સેનનના આ શાનદાર અંદાજ પર યુઝર્સે...

૨૪ કેરેટ ગોલ્ડ પ્રિન્ટ સાડીમાં કૃતિ સેનનના આ શાનદાર અંદાજ પર યુઝર્સે કહ્યુ,”સંસ્કારી એક્ટ્રેસ”

125
0

કૃતિ સેનન હાલમાં જ આદિપુરુષના ટ્રેલરનાં લોન્ચમાં પહોંચી હતી. આ દરમિયાન એક્ટ્રેસ ખૂબ જ સુંદર સાડી પહેરેલી હતી. કૃતિ સેનનનો આ સાડી લુક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કૃતિ સેનને વ્હાઈટ કલરની સાડી પહેરેલી છે. આ સાડીને અબુ જાની સંદીપ ખોસલાએ કસ્ટમાઈઝ કરી છે. આ સાડીમાં ગોલ્ડન અને રેડ કલરની બોર્ડર જાેવા મળી રહી છે. આ સાડી પર ખૂબ જ સુંદર પ્રિન્ટ કરેલી પણ જાેવા મળે છે. આ સાડી પર ૨૪ કેરેટ સોનાની ખાદી બ્લોક પ્રિન્ટ બનેલી છે. જેણે સાડીને વધારે કિંમતી બનાવી દીધી છે. આ સાડીનું ફેબ્રિક કેરલા કૉટનમાં છે. આ સાડી ડબલ ડ્રેપ છે. આ સાડી સાથે એક્ટ્રેસે ખૂબ જ સુંદર બ્લાઉઝ પહેરેલો છે. આ બ્લાઉઝ પર પણ કોપર કલરમાં ફ્લાવર અને એમરોલ્ડ્‌સ વર્ક કરેલું જાેવા મળે છે. કૃતિ સેનનનો આ લુક ખૂબ જ આકર્ષક દેખાઈ રહ્યો છે. એક્ટ્રેસે વાળને વ્હાઈટ ફૂલો સાથે બાંધેલો છે. હાથમાં ગોલ્ડન બંગડી અને સ્ટડ ઈયરિંગ પહેરેલી જાેવા મળે છે. માથા પર ચાંદલી અને બ્રાઉન શેડ આઈ મેકઅપ સાથે તેણીએ પોતાના લુકને કમ્પ્લિટ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here