Home દેશ ODI વર્લ્ડ કપમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ખેલાડીઓમાં એક પણ ભારતીય ખેલાડી નહીં

ODI વર્લ્ડ કપમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ખેલાડીઓમાં એક પણ ભારતીય ખેલાડી નહીં

73
0

ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડ સામે 40 બોલમાં સદી ફટકારી હતી અને તે વનડે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. તેણે તેની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. આ લિસ્ટમાં બીજા ક્રમે દક્ષિણ આફ્રિકાનો એડન માર્કરામ છે, જેને વર્લ્ડ કપ 2023માં જ શ્રીલંકા સામે 49 બોલમાં સદી ફટકારી હતી અને ટીમને શાનદાર જીત અપાવી હતી. ફાસ્ટેસ્ટ વર્લ્ડ કપ સદી મામલે ત્રીજા ક્રમે આયર્લેન્ડના કેવિન ઓ બ્રાયનનું નામ છે. તેણે વર્લ્ડ કપ 2011માં ઈંગ્લેન્ડ સામે 50 બોલમાં સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ આ લિસ્ટમાં ચોથા ક્રમે પણ સામેલ છે. તેણે વર્લ્ડ કપ 2011 માં શ્રીલંકા સામે 51 બોલમાં સદી ફટકારી હતી. આ લિસ્ટમાં પાંચમા નંબરે આફ્રિકાનો મહાન બેટ્સમેન એબી ડી વિલિયર્સ છે. જેણે 52 બોલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વર્લ્ડ કપ 2015માં સેન્ચુરી ફટકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here