Home અન્ય અમદાવાદથી બેંગલુર જતી ફ્લાઈટમાં કાકા બીડી પીવા લાગ્યા , પકડાઈ જતાં કાકા...

અમદાવાદથી બેંગલુર જતી ફ્લાઈટમાં કાકા બીડી પીવા લાગ્યા , પકડાઈ જતાં કાકા બોલ્યા,”હું પહેલીવાર બેઠો છું”

117
0

અમદાવાદથી બેંગલુરુ માટે ઉડાન ભર્યા બાદ અકાસા એરની ફ્લાટમાં ઉડાન દરમ્યાન એક પેસેન્જર બીડી પીવા લાગ્યો હતો. તેણે પ્લેનને પણ ટ્રેન સમજી લીધી હતી. તે શૌચાલયમાં ગયો અને આરામથી બીડી પીવા લાગ્યો. વિમાનમાં રહેતા કેબિન ક્રૂએ તેને આવું કરતા પકડી પાડ્યો હતો. આરોપી મુસાફરને બેંગલુરુમાં લેડીંગ બાદ પોલીસે ધરપકડ કરી લીધો હતો. પકડાઈ જતાં યાત્રીએ કહ્યું કે, પહેલી વાર વિમાનમાં બેઠો હતો. ખબર નહોતી કે, બીડી ન પીવી જાેઈએ. ધરપકડ કરવામાં આવેલ પેસેન્જરની ઓળખાણ ૫૬ વર્ષના પ્રવીણ કુમાર તરીકે થઈ છે. તે રાજસ્થાનના મારવાડ વિસ્તારનો રહેવાસી છે. તેને બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. અકાસા એરના ડ્યૂટી મેનેજરે મુસાફર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેના પર વિમાનમાં સવાર મુસાફરોનો જીવ જાેખમમાં નાખવાનો આરોપ છે. પ્રવીણ કુમારે પોલીસે બેંગલુરુ સેન્ટ્રલ જેલ મોકલી દીધો છે. તેમણે પોલીસને જણાવ્યું છે કે, તે પહેલી વાર વિમાનમાં બેઠો હતો. તેને નિયમોની જાણકારી નહોતી. પ્રવીણે જણાવ્યું કે, તે હંમેશા ટ્રેનમાં મુસાફરી કરતો હતો અને શૌચાલયમાં બીડી પીતો હતો. તેવી જ રીતે વિમાનના શૌચાલયમાં પણ બીડી પી શકાતી હશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા તપાસ દરમ્યાન બીડીની ખબર ન પડી, મુસાફરે તેને વિમાનમાં પહોંચાડી દીધી. આ સુરક્ષામાં મોટી ચૂક છે. બીડી તો સરળતાથી પકડાઈ જાય. તપાસમાં ભૂલ થઈ છે. આ વર્ષની શરુઆતમાં પણ વિમાનમાં સિગરેટ સળગાવવા માટે બે લોકોની ધરપકડ થઈ હતી. આ પ્રકારની ભૂલ દુર્ઘટનાનું કારણ બની શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here