Home મનોરંજન સારા અલી ખાનનો રેટ્રો લુક થઇ રહ્યો છે વાઈરલ, રેટ્રો લુકમાં સારા...

સારા અલી ખાનનો રેટ્રો લુક થઇ રહ્યો છે વાઈરલ, રેટ્રો લુકમાં સારા અલી ખાને જાેઇને શર્મિલા ટાગોરની આવી જશે યાદ

104
0

સારા અલી ખાને ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. તે તેના લુક્સ અને એક્ટિંગ સ્કિલ્સને કારણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ પસંદ કરવામાં આવતી એક્ટ્રેસીસમાંથી એક બની ગઈ છે. તાજેતરમાં, એક્ટ્રેસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના લુકને લઈને ચર્ચામાં છે. તેણે કાન્સ ૨૦૨૩ ફિલ્મ ફેસ્ટિવલના રેડ-કાર્પેટ પર ડેબ્યૂ કર્યું છે. પહેલા દિવસે સારાએ દેશી અવતારમાં આવીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને હવે બીજા દિવસે પણ એક્ટ્રેસ પોતાના નવા લુકથી લોકોનું દિલ જીતવામાં સફળ રહી છે. સારાએ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું હતું. એક્ટ્રેસ બંને દિવસે દેશી અવતારમાં જાેવા મળી હતી, જેના તેના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે. દરેક જગ્યાએ તેના લુકની ચર્ચા છે. કાન્સમાં સારાનો બીજાે લુક રેટ્રો વાઇબ્સ આપે છે. બ્લેક બોર્ડરવાળી વ્હાઇટ સાડી પહેરીને એક્ટ્રેસ ખૂબ જ એલિગેન્ટ લાગી રહી હતી. તેણીએ તેને મોનોક્રોમેટિક હોલ્ટર નેક બ્લાઉઝ સાથે પેયર કરીને અને વિંગ્ડ આઈલાઈનર સાથે પોતાનો લુક કંપ્લીટ કર્યો. સારા અલી ખાનની આ ફ્યુઝન સાડી અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કરી હતી. એક્ટ્રેસે બુફેન્ટ બન બનાવ્યું હતું અને મેચિંગ નેકપીસ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો. સારાનો કાન્સનો લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે. પહેલા દિવસે પણ એક્ટ્રેસ હેવી લહેંગામાં જાેવા મળી હતી. લોકો તેના જાેરદાર વખાણ કરતા હતા. કેટલાક ફેન્સનું કહેવું છે કે તેણે પોતાના ઇન્ડિયન લુકથી ભારતનું નામ રોશન કર્યુ છે. સારા અલી ખાન ટૂંક સમયમાં જ વિકી કૌશલ સાથે ફિલ્મ જરા હટકે ઝરા બચકેમાં જાેવા મળશે. આ ફિલ્મ ૨ જૂન, ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here