Home દેશ અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ : હાઈકોર્ટે પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજૂર...

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ : હાઈકોર્ટે પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજૂર કર્યા, પ્રજ્ઞેશ પટેલે કેન્સરની સારવાર કરાવવા માટે જામીન અરજી કરી હતી

89
0

અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટા અપડેટ સામે આવ્યા છે. આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન હાઇકોર્ટેથી મંજૂર થયા છે. પ્રજ્ઞેશ પટેલે અગાઉ કેન્સરની સારવાર માટે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી પણ જામીન માંગ્યા હતા. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટે જામીન અરજી પર સુનાવણી થતા પ્રગ્નેશ પટેલના શરતી જામીન મળ્યા છે. અમદાવાદના ઈન્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોના ભોગ લેનાર તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે મેડિકલના આધારે કોર્ટમાં જામીન અરજી કરી હતી. અમદાવાદ જિલ્લા કોર્ટે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરી હતી. નોંધનીય છે કે પ્રજ્ઞેશ પટેલે કેન્સરની સારવાર કરાવવા માટે જામીન અરજી કરી હતી. ત્યારબાદ મૃતકના પરિવારજનોના વકીલ દ્વારા વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી. આ પહેલાની સુનાવણીમાં સરકારી વકીલે પણ જામીન ન આપવા કોર્ટને જણાવ્યું હતું. પ્રગ્નેશ પટેલનાની મેડિકલ ગ્રાઉન્ડ પર કરેલી વચગાળાની જામીન અરજી પર સુનવણી થઈ હતી. આરોપીના વકીલે કોર્ટમાં મોઢાના કેન્સલની સારવાર માટે વચગાળાની રાહત આપવા રજુઆત કરી હતી. પરંતું બીજી તરફ, કોર્ટે પ્રગ્નેશ પટેલના વકીલને ટકોર કરતા કહ્યું કે, આ વિશે અગાઉ જાણ કેમ ના કરી. મેડિકલ ડોક્યુમેન્ટ સાથે આવો. જેના બાદ મેડિકલ ડોક્યુમેન્ટ સાથે રજુઆત કરવા કોર્ટે આદેશ કર્યો હતો. સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, જો આરોપી જામીન મુક્ત થશે તો ફરીથી ગુનો કરશે. ગુનાહિત આરોપીને ટેવ હોવાથી જામીન ન આપી શકાય. આવી ગંભીર રજુઆત હોવા છતાં અગાઉ જાણ કેમ ના કરી. પાછળના કેટલાક સમયથી પ્રજ્ઞેશની ટ્રીટમેન્ટ થઈ નથી. પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત માનસિકતા ધરાવે છે. આવી ગંભીર બીમારી વિશે પ્રેજ્ઞેશે અગાઉ જણાવ્યું નથી. તેને લોકો સાથે ઝઘડો કરીને ગાળો બોલી છે. જો પ્રજ્ઞેશને જામીન મળશે તો તે પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા કરી શકે છે. કોર્ટમાં સરકારે એફિડેવિટ ફાઈલ કરી તથ્યના જામીનનો વિરોધ કર્યો છે. સરકારી વકીલે કહ્યું કે કેસ સેશન્સ કમિટ થઈ ગયો છે અને 24 ઓગસ્ટે આરોપીને કોર્ટમાં રજૂ કરવાનો છે. આરોપી તથ્ય સામે આ અકસ્માતના કેસ સિવાય અન્ય બે ગુનાઓ પણ છે. તથ્ય પર 9 લોકોના મોતનો ગંભીર ગુનો છે. તો તેના પિતા પ્રજ્ઞેશ પર 10 કેસો છે. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તથ્ય વારંવાર અકસ્માત સર્જે છે. જો તેને જામીન આપવામાં આવે તો આવા ગુના ફરી કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here