Home દેશ ફિલ્મ ‘લિયો’ની સ્ટાર કાસ્ટે મોટી રકમ લીધી

ફિલ્મ ‘લિયો’ની સ્ટાર કાસ્ટે મોટી રકમ લીધી

70
0

સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજય અને બોલિવુડ સ્ટાર સંજય દત્તની ફિલ્મ લિયો રિલીઝ થઈ ચૂકી છે. હાલમાં સૌ કોઈ વિજયની આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. ફિલ્મમાં થલપતિ વિજય શાનદાર એક્શનમાં જોવા મળ્યો છે તો સાથે બોલિવુડ સ્ટાર સંજય દત્ત પણ વિલનનું પાત્ર ભજવતો જોવા મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર 300 કરોડમાં બનેલી આ ફિલ્મમાં વિજય થલપતિએ ખુબ મોટી રકમ લીધી છે. વિજયે આ ફિલ્મ માટે એટલી રકમ લીધી છે કે કેટલીક ફિલ્મનું તો આટલું બજેટ પણ હોતું નથી. તો ચાલો જાણીએ લિયોની સ્ટાર કાસ્ટે કેટલી ફી લીધી છે. રિપોર્ટ અનુસાર લિયો ફિલ્મ માટે થલાપતિ વિજયે સૌથી વધારે ફી લીધી છે. રકમ એટલી મોટી છે કે, સાંભળી તમારા હોશ પણ ઉડી જશે. અંદાજે 120 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.. તમિલ ફિલ્મ લિયોમાં સંજય દત્ત વિલનના પાત્રમાં જોવા મળે છે. ફિલ્મમાં સંજય દત્તનું પાત્ર પણ મહત્વનું છે. અહેવાલોનું માનીએ તો આ ફિલ્મ માટે સંજય દત્તને 8 કરોડ રુપિયાનું મહેનતાણું મળ્યું છે. સાઉથ ઈન્ડસ્ટ્રીની મોંઘી અભિનેત્રીઓમાં ત્રિશા કૃષ્ણનનું નામ સામેલ છે. આ ફિલ્મમાં ત્રિશા કૃષ્ણનનો મહત્વનો રોલ છે અને આ માટે તેને 5 કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવી છે. ફિલ્મમાં અભિનેતા અર્જુન સરજા હેરોલ્ડ દાસની ભૂમિકા ભજવી રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો અર્જુનને આ રોલ માટે 1 કરોડ રૂપિયાનું મહેનતાણું મળ્યું છે. તમિલ ફિલ્મ લિયોમાં વાસુદેવ મેનન, મિસ્કીન ગૌતમ અને મન્સૂર અલી ખાન અને અન્ય કલાકારોને 30 થી 70 લાખ રૂપિયાની ફી ચૂકવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here