ટીવી એક્ટ્રેસ અને ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ (ેંકિૈ ત્નટ્ઠદૃીઙ્ઘ) એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ તેના અતરંગી આઉટફિટ્સ માટે જાણીતી છે. આ કારણે એક્ટ્રેસ ઘણીવાર લોકોના નિશાના પર આવે છે. જાે કે આ વખતે એક્ટ્રેસ કોઈ અન્ય કારણોસર ચર્ચામાં આવી છે. ઉર્ફી જાવેદે ફરી એકવાર પોતાના બાળપણ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ સાથે ઉર્ફીએ પોતાની સાથે જાેડાયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, જેને સાંભળીને લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. શું છે સમગ્ર મામલો?.. તે જાણો.. આ મામલે ઉર્ફી જાવેદે જણાવ્યું કે જ્યારે કોઈએ પોર્ન સાઈટ પર તેનો ફોટો અપલોડ કર્યો ત્યારે તે માત્ર ૧૫ વર્ષની હતી. ઉર્ફી જાવેદે ખુલાસો કર્યો, ‘મેં મારી ફેસબુક પ્રોફાઇલ પર ટ્યુબ ટોપ પહેરેલો મારો ફોટો મૂક્યો હતો. કોઈએ ત્યાંથી આ ફોટો ડાઉનલોડ કરીને તેને એડિટ કર્યા વગર પોર્ન સાઈટ પર મૂકી દીધો. થોડા સમય પછી મને આ વિશે ખબર પડી. ઉર્ફીએ કહ્યું, ‘મેં આ વાતની અવગણના કરી કારણ કે તે સમયે હું કંઈ કરી શકતી નહોતી. પછી ધીરે ધીરે મારા પરિવારના સભ્યોને તેની જાણ થઈ. મારો પક્ષ જાણ્યા વગર તેઓ મને ખરી-ખોટી સંભળાવવા લાગ્યા. મારા પિતાએ મને કહ્યું કે હું પોર્નસ્ટાર છું. તેણે પોતે પણ ફોન કરીને અમારા બધા સંબંધીઓને આ અંગે જાણ કરી હતી. તે આ બધું કરીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે હું વારંવાર પૂછતી હતી કે જાે મારો ફોટો અહીં છે તો વીડિયો ક્યાં છે? કોઈ મારા પર વિશ્વાસ કરી રહ્યું ન હતું, બધા મને દોષી ઠેરવી રહ્યાં રહ્યા હતા. મને વિક્ટિમ બનાવવામાં આવી રહી હતી. તે મને સતત મારી રહ્યાં હતા. ઉર્ફીએ વધુમાં કહ્યું, ‘સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જ્યારે મારા પિતાએ તેમના સંબંધીઓને ફોન કરીને કહ્યું કે પોર્ન સાઇટના લોકો આ માટે તેમની પાસેથી ૫૦ લાખ રૂપિયાની માંગ કરી રહ્યા છે. મને વિશ્વાસ થતો ન હતો કે એક પિતા પોતાની દીકરી સાથે આવું કેવી રીતે કરી શકે. કોઈએ મારો ફોટો મૂક્યો ત્યારે મારો શું વાંક હતો? એ લોકો મને કેમ મારતા હતા? મેં લગભગ ૨ વર્ષ સુધી આ બધું સહન કર્યું, પરંતુ જ્યારે પરિવાર અને સંબંધીઓની વાત સહન થતી નથી ત્યારે ૧૭ વર્ષની ઉંમરે હું મારા ઘરેથી ભાગી ગઇ હતી. જણાવી દઈએ કે આ પ્રકારનો આ પહેલો મામલો નથી, આ પહેલા પણ ઉર્ફી ઘણી વખત તેના પિતા વિરુદ્ધ બોલી ચૂકી છે. આ પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન ઉર્ફી જાવેદે કહ્યું હતું કે બાળપણમાં તેના પિતા તેની સાથે દુર્વ્યવહાર કરતા હતા. તેમને ખરાબ રીતે મારતા હતા. આ બધું તેના માટે દુઃસ્વપ્ન સમાન હતું.
