૭ એપ્રિલની સાંજે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જૂનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા ૨’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. ટ્રેલરની શરુઆતમાં જણાવવામાં આવ્યુ છે કે પુષ્પા તિરુપતિ જેલથી ફરાર થઈ ગયો છે. તેને ૮ ગોળી વાગી છે સાથે જ તેના જીવિત રહેવાની આશા ના બરાબર છે. આ ખબર સામે આવતા જ ‘પુષ્પા’ના સમર્થકોનો ગુસ્સો ફાટ્યો છે. લોકો વિરોધ પ્રદર્શન કરીને જણાવી રહ્યા છે કે પુષ્પાની મદદથી કોઈ બાળકને નવું જીવન તો કોઈને રહેવા માટે છત મળી છે. એક તરફ પુષ્પાના ચાહકો તેના નારા લગાવી રહ્યા છે. વળી, બીજી તરફ પોલીસ તેમના પર લાઠીચાર્જ કરી અને પાણી વરસાવી રહ્યા છે. દરેકના મનમાં એક જ સવાલ છે, ‘પુષ્પા ક્યાં છે?’ ટ્રેલર આગળ વધે છે, બતાવવામાં આવે છે કે એક ન્યૂઝ ચેનલના સિંહોના વિસ્તારમાંથી એક ક્લિપ મળી છે. આ ક્લિપમાં પુષ્પાની ઝલક દેખાય છે. અહીં અલ્લુ અર્જૂનનો નવો અવતાર કોઈના પણ રુંવાડા ઉભા કરી દેવા પૂરતો છે. વળી, સવા ૩ મિનીટની આ ક્લિપને જાેયા બાદ નેટિઝન્સે ફિલ્મની સ્ટોરીનું અનુમાન લગાવવાનું શરુ કરી દીધું છે. ટ્રેલરના અંતમાં પુષ્પાને પેન્ટ શર્ટમાં જાેઈને કહેવામાં આવી રહ્યુ છે કે, નવી સ્ટોરીમાં તે સાહેબ બનીને જાેવા મળશે. ઁેજરॅટ્ઠઃ ્રી ઇેઙ્મી માં પુષ્પાનો એક મોટો એમ્પાયર બની ચુક્યો છે. ઠીક એવી જ રીતે દ્ભય્હ્લમાં રૉકી ભાઈનો હોય છે. દરેક કોઈ તેના ગુણગાન કરશે. તેની સાથે જ બતાવવામાં આવે છે કે પુષ્પા જેલ કેવી રીતે ગયો અને તેની પાછળ આખરે શું-શું થયું. આ સિવાય ફિલ્મનાં પોસ્ટરને જાેયા બાદ ઘણાં લોકોનું કહેવું છે કે, આ ‘કાંતારા’ની અસર છે. ‘કાંતારા’ કર્ણાટકની એક પરંપરા પર આધારિત સ્ટોરી હતી. વળી, કહેવામાં આવી રહ્યુ છે કે અલ્લુ અર્જૂન વાદળી રંગમાં રંગાયેલો, શરીર પર સાડી, એક હાથમાં બંદૂક અને તે જ હાથના નખ પર નેઇલપૉલિશ લગાવેલીસ ગળામાં કાચા લીંબુની માળા પહેરેલો જાેવા મળે છે. આ કડીમાં યુઝર્સે પોઈન્ટ આઉટ કરતાં કહ્યુ કે, અલ્લુ અર્જૂનનો આ લુક ચિત્તુરની ‘ગંગામ્મા જાત્રા’થી પ્રેરિત છે. શું છે ગંગામ્મા જાત્રા?… હકીકતમાં, આ કર્ણાટક અને આંધ્રપ્રદેશના અમુક ભાગમાં ઉજવવામાં આવતો ફોક ફેસ્ટિવલ છે. સાત દિવસ સુધી ચાલનારા આ ઉત્સવ દરમિયાન ભવ્ય પૂજા કરવામાં આવે છે. અમુક જગ્યાએ દેવીને પ્રસાદના રુપમાં માંસાહારી ભોજન ચઢાવવામાં આવે છે. સાતમાંથી વચ્ચે બે દિવસ યાત્રા નીકળે છે જેમાં પુરુષ પોતાના વેશ બદલીને, મહિલાઓની જેમ તૈયાર થઈને તેમના શૃંગારમાં ભાગ લે છે. આ કડીમાં કહેવામાં આવી રહ્યુ છે કે, ‘પુષ્પા ૨’માં અલ્લુ અર્જૂનનું પાત્ર આવી યાત્રામાં ભાગ લઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે ફરી ફિલ્મ હિટ બનાવવા માટે મેકર્સે ‘કાંતારા’ની જેમ ફિલ્મની પરંપરા આઘારિત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જાેકે, એવું થશે કે નહીં એ તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે. જણાવી દઈએ કે, મેકર્સે હજુ ‘પુષ્પા ૨’ની રિલીઝ ડેટની જાહેરાત કરી નથી. જાેકે, આશા છે કે ફિલ્મ ૨૦૨૩ના અંત સુધી અથવા ૨૦૨૪ની શરુઆતી મહિનામાં ફિલ્મ સિનેમાઘરોમાં જાેવા મળી શકે છે.
