અત્યંત રોમાંચક મુકાબલામાં આફ્રિકાએ પાકિસ્તાનને એક વિકેટે હરાવ્યું હતું, આ મેચમાં બંને ટીમો પાસે જીતવાની સમાન તક હતી, પરંતુ આફ્રિકાની ઈનિંગની 46મી ઓવરમાં એવી એક ઘટના બની કે જેનાથી પાકિસ્તાની હાર નિશ્ચિત થઈ ગઈ, જ્યારે હરિસ રઉફના બોલ પર તબરેઝ શમ્સીને LBW આઉટ ન આપ્યો. 46મી ઓવરના અંતિમ બોલ પર હરિસ રઉફે LBWની અપીલ કરી અને અમ્પાયરે શમ્સીને LBW આઉટ ન આપતા પાકિસ્તાને DRS લીધું હતું. જે બાદ થર્ડ અમ્પાયરે ચેક કરી શમ્સીને નોટ આઉટ જાહેર કર્યો.. જો પાકિસ્તાનને દક્ષિણ આફ્રિકાની છેલ્લી વિકેટ મળી હોત તો તે મેચ જીતી શક્યું હોત. પરંતુ આ થઈ શક્યું નહીં અને પાકિસ્તાનની હાર થઈ. આફ્રિકા સામે પાકિસ્તાનની હાર બાદ પાકિસ્તાન અને ભારત સહિત અન્ય દેશના કેટલાક દિગ્ગજ ક્રિકેટરોએ ળા અમ્પાયરિંગને જવાબદાર ગણાવ્યું હતું. તેમના મતે આ મેચમાં અમ્પાયરોએ કેટલાક એવા નિર્ણય લીધા જેના કારણે પાકિસ્તાનને નુકસાન થયું હતું. જેમાં 46 મી ઓવરમાં પાંચમા બોલને વાઈડ આપ્યો તે અને અંતિમ બોલ પર LBWને નોટઆઉટ આપવાના નિર્ણય પાકિસ્તાનને ભારે પડ્યા હતા… હકીકતમાં, આખી મેચમાં નબળા અમ્પાયરિંગના ઉદાહરણો 3 થી 4 વખત જોવા મળ્યા હતા, જેને લઈ ભારતના પૂર્વ સ્ટાર સ્પિનર હરભજન સિંહે પણ સવાલ ઊઠવ્યા હતા. ભજ્જીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લખ્યું કે, પાકિસ્તાનને નબળા અમ્પાયરિંગનો ભોગ બનવું પડ્યું છે. ICCએ ધ્યાન આપવું જોઈએ. રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રઉફનો બોલ વિકેટ સાથે અથડાતો હતો અને તે આઉટ હતો. આ મેચમાં આફ્રિકાના રાસી વાન ડેર ડ્યુસેનને આઉટ આપવા અંગે પણ પૂર્વ આફ્રિકન કેપ્ટન ગ્રીમ સ્મિથે ચર્ચા કરી હતી અને નારાજગી દર્શાવી હતી.. આ સિવાય પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન એક શો માં અમ્પાયર કોલનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે કહ્યું હતું કે આવા નિર્ણયો લેવા કરતાં અમ્પાયર કોલ જેવી નિયમને જ બંધ કરી દેવું જોઈએ. જોકે મેચ બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે આ અંગે પોતાનો અલગ જ અભિપ્રાય આપ્યો હતો જે બાદ આ મુદ્દો શાંત થયો હતો. બાબરે કહ્યું કે જો આઉટ આપ્યો હોત તો અમે મેચ જીતી ગયા હોત. અમારી પાસે આ મેચ જીતી ટુર્નામેન્ટમાં ટકી રહેવાની તક હતી. પરંતુ, DRS અથવા અમ્પાયર કોલ રમતનો એક ભાગ છે અને આપણે તેને સ્વીકારવું જોઈએ.
Home દુનિયા આફ્રિકા પાકિસ્તાનને હરાવી પોઈન્ટ ટેબલમાં ટોચ પર, પાકિસ્તાન છઠ્ઠા સ્થાને પહોંચ્યું,પાકિસ્તાનને સેમી...
