ઉના શહેરથી 6 કિ.મી. દૂર તપોવન હનુમાનજી મહારાજના મંદિર સુધીની પહેલીવાર ભવ્ય પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રામાં 400 જેટલાં ભાઈઓ, બહેનો, તેમજ બાળકો સહીત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. હનુમાનજી મંદિરમાં પાઠ અને થાળ તથા ધજા ચઢાવવામાં આવી હતી. ભકતોએ હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉના ખેતલીયા મંડળ અને મયુરભાઈ ગાંધી દ્વારા ઉનાથી તપોવન હનુમાનજી મંદિર સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય પદયાત્રામાં ૩૫૦ થી ૪૦૦ ભક્તો જોડાયા હતા. અને ડી.જે માં ભક્તિના ગીતો સાથે હાથમાં ધજા લઈ વાજતે ગાજતે તપોવન હનુમાનજી મંદિરમાં મયુરભાઈ ગાંધી દ્વારા હનુમાનજી મહારાજના 7 હનુમાન ચાલીશાના પાઠ કરવામાં આવ્યાં હતાં. તથા થાળ ધરવામાં આવ્યું હતુ. તેમજ મંદિર પર ધજા ચઢાવામાં આવી હતી. આ સહીત તમામ કાર્યક્રમ યોજાયા હતા.
તપોવન મંદિરના પૂજારી દેવમુરારી બાપુએ જણાવેલું કે ઉનામાં આ રીતે પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ભક્તોની પદયાત્રાનું ભવ્ય આયોજન થયું છે. આ પદયાત્રામાં 18 એ વરણનો સમાજ ભેગો થઇ આ કાર્યને સફળ બનાવ્યું છે.
